આ જિલ્લા માં 1 થી લઇ ને ત્રણ ઈંચ સુધી વરસાદ, જાણો આગામી દિવસો માં ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગયી કાલે રાજ્યના અનેક વિસ્તારોનિ અંદર કમોસમી વરસાદ ત્રાટક્યો હતો.ગુરવારે રાત્રીના ૮ વાગ્યા સુધીમાં ૧૦૬ તાલુકાઓમાં ૧ એમએમથી લઈને ૩ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં પાકવાના આરે આવેલા પાકને નુકશાન થતા જગતનો તાત ખેડૂત ચિંતામાં મુકાયો છે.

શિયાળાની સિઝનમાં માવઠું થતા રાજ્યના અનેક વિસ્તારોની અંદર કડકડતી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.કમોસમી વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાવાના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચો જોવા મળ્યો છે.ગયી કાલે નર્મદા જીલ્લાના તિલકવાડામાં બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીમાં માત્ર ચાર કલાકની અંદર ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

તેમજ ઇડર તાલુકામાં પોણા ત્રણ ઇંચ અને વાદળીમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.બીજી બાજુ મહેસાણામાં ખેરાલુ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ જેટલો વરસાદ ત્રાટકી ગયો છે.તેમજ સતલાસણા અને પોસીનામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.જેમાં લણણી માટે તૈયાર મગફળી,ડાંગર સને સોયાબીન સહિતના પાકને નુકશાન થયું છે.

હજુ પણ સવામણ વિભાગ દ્વારા માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહિ છે.હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર અરબ સાગરની અંદર લો પ્રેશર સર્જાવાના પગલે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે 93 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સાબરકાંઠામાં ઇડર (66 મીમી) અને વડાલી (60 મીમી) અને મહેસાણાના ખેરાલુમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગે ભરશિયાળામાં વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુરૂવારે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે.

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેથી આગામી 24 કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે અનેક શહેરોમાં ધીરે ધીરે ઠંડીનું જોર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ રહેલી છે. જ્યારે તૈયાર પાક પણ માર્કેટ યાર્ડોમાં પલળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હજુ બે દિવસ રહેશે. જેના પગલે આજે સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરુચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વાદળિયા વાતાવરણથી કૃષિ પાકોમાં જીવાત પડવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતોને મતે રાહતની વાત એ છે કે, હજુ રવિ પાકનું વાવેતર શરૂ થયું નથી. અલબત્ત, જે પાક તૈયાર છે તેને ભારે નુકસાન થવાની ભીતિ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે રાજ્યમાં મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી જારી કરીને ગુરુવારે ગુજરાતમાં કમોસમી છૂટોછવાયો વરસાદ નોંધવામાં આવ્યો હતો.

જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે 93 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સાબરકાંઠામાં ઇડર (66 મીમી) અને વડાલી (60 મીમી) અને મહેસાણાના ખેરાલુમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને મહેસાણાના સતલાસણામાં અનુક્રમે 46 મીમી અને 40 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદ નોંધાયેલા અન્ય કેન્દ્રોમાં સાબરકાંઠાના પોસીના અને વિજયનગર, પાટણના રાધનપુર, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને સાંતલપુર, નર્મદાના નાંદોદ, મહેસાણામાં ઊંઝા, સુરતમાં બારડોલી, વલસાડમાં વાપી, વડનગર, બેચરાજી, કડી, મહેસાણામાં વિસનગર બનાસકાંઠામાં કાંકરેજ, દાંતા અને ભાભર, ગાંધીનગર જિલ્લામાં ભરૂચ, દહેગામ અને ગાંધીનગર શહેર, વલસાડમાં કપરાડા વગેરે.

“બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે વીજળીના ચમકારા અને સપાટીના પવન સાથે આછું વાવાઝોડું અને હળવા વરસાદની સંભાવના છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળો,” ગુરુવારે જારી કરાયેલ IMD બુલેટિનમાં જણાવાયું છે.

હવામાન વિભાગે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયા (LPA) સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણથી સમગ્ર ઉત્તર મહારાષ્ટ્રમાં દક્ષિણ મધ્યપ્રદેશ સુધી બિનમોસમી વરસાદને જવાબદાર ગણાવ્યો છે.

કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી.

જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *