ભારે થી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો, NDRF ની ટિમ તેનાયત

ગુજરાતમાં હાલ ઠંડા શિયાળાની વચ્ચે અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે થાઈલેન્ડમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. અને 4 તારીખના રોજ ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં દરિયાકિનારે ટકરાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે થી ગુજરાતમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

વાવાઝોડાના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે. તેમજ ગુજરાતના હવામાન વિભાગે પણ આ વાવાઝોડાને પગલે કુદરતી આફતોના રેસ્ક્યુ માટે NDRF કોને SDRFની ટીમો તૈનાત કરી દીધી છે.

ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ, વલસાડ,પારડીમાં 4-4 ઈંચ વરસાદ, ખેરગામ, કપરાડા, મહુવામાં સાડા 3 ઈંચ, પલસાણા, વાપી, નવસારી, ચીખલીમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના 28 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ : અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને સતત ઠંડો પવન ફૂંકાયો હતો. રાજ્યના કુલ 118 તાલુકામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.

29 તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ : વાતાવરણમાં આવેલા પલટાના કારણે આજે રાજ્યના અનેક સ્થળો હિલ સ્ટેશનમાં ફેરવાઈ ચૂક્યાં હતા. દિવસ દરમિયાન આઠ તાલુકામા 1થી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના અને સુરતના કામરેજ ભરૂચ, ડાંગ, બારડોલી, નાંદોડ અને સુરત સિટી્માં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 29 તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વિવિધ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો : વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં જબરદસ્ત પલટો આવતા, શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે જોકે, કમોસમી વરસાદના ઝાપટાંઓ જ પડયા હતા. ડાંગ જિલ્લામાં પણ ગિરિમથક સાપુતારા સહિત અમુક ગામડાંઓમાં કમોસમી વરસાદ પડયો હતો. સવારથી જ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કડોદરા, મહુવા, ઉમરપાડા, માંગરોળ સહિત વિવિધ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ખેડૂતના ખરીફ્ પાકને નુકસાનની ભીતિ : નવસારી જિલ્લામા નિહિવત વરસાદ પડયો છે. ખેરગામ, ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર અને વાંસદા તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સમગ્ર ચરોતરમાં વરસાદી માહોલ છવાયો હતો. આણંદ જિલ્લાના આઠેય તાલુકામાં ખંભાતને બાદ કરતા ઝરમર વરસાદ નોંધાયો હતો. ખેડાના કપડવંજ, ખેડામાં, ઠાસરા, નડિયાદ, માતરને ગળતેશ્વર ઝાપટા પડયાં હતા. અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં હળવું ઝાપટું પડયું હતુ. આ ઉપરાંત જિલ્લાના મોડાસા સહિતના અન્ય વિસ્તારોમાં પણ માવઠું થયાના અહેવાલ છે. બોટાદ જિલ્લામાં ઝરમર વરસાદથી ખેડૂતના ખરીફ્ પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે.

દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની વકી : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. પરંતુ એ પ્રમાણમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલી થોડી ઓછી થઈ છે. પરંતુ હજુ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.

ભારતના હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભારતમાં એક મોટું વાવાઝોડું પ્રવેશવા જઈ રહ્યું છે. જેના કારણે કેટલાય રાજ્યો તબાહીનો ભોગ બની જશે. તેમજ મોટા પ્રમાણમાં નુકસાનનો પણ સામનો કરવો પડશે.

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખૂબ જ નુકસાનકારક નીવડયો છે. કારણ કે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં ભુક્કા કાઢી નાખ્યા છે. અને જ્યાં નથી પડ્યો ત્યાં સાવ ઓછો પડ્યો છે. જેના લીધે ખેતીમાં અસમતાનો દેખાવ સામે આવ્યો છે. તેમજ ખેતરમાં ઉભા પાક બળી ગયા છે.

તો વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં કેટલાય લોકોના ઘર પણ ડૂબી ગયા છે. વાવાઝોડા તો વારંવાર આવે છે અને જતા પણ રહે છે. પરંતુ તેના કારણે અસરગ્રસ્ત લોકો બેહાલ બની જતા હોય છે. ગુજરાતમાં થોડા સમય પહેલા તાઉતે અને ગુલાબ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે અમરેલી, સુરેન્દ્રનગર તેમજ જામનગરના ઘણા વિસ્તારોમાં લોકોના ઘર પડી ગયા હતા.

તેમજ ખેતરો પણ ધોવાઈ ગયા હતા. તો કેટલાય લોકોના પશુઓ પાણીમાં તણાઈ ચૂક્યા હતા. હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 2 તારીખ અને 3 તારીખ ના રોજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર માં હળવાથી ભારે વરસાદની આગાહી રહેલી છે.

તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, તેમજ સાબરકાંઠા અને પંચમહાલના અમુક અમુક ભાગોમાં નહિવત વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ તેમજ નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે.

આ વરસાદ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આવેલો છે. પરંતુ જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થશે. ત્યાં તો જવાદ વાવાઝોડું ત્રાટકી ચુક્યું જશે. એટલા માટે ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે. આના પગલે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં પણ ભારે માત્રામાં ઘટાડો જોવા મળશે અને કડકડતી ઠંડીનો સામનો કરવા સૌ કોઈને તૈયાર રહેવું પડશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ન્યુઝ ઉપડેટસને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *