આ વિસ્તારમાં ત્રાટકશે જવાદ વાવાઝોડું, 11 જિલ્લામાં એલર્ટ જાહેર, થઈ જાવ સાવધાન, હવામાન વિભાગ ની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જવાદ વાવાઝોડાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 ડિસેમ્બરના રોજ આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા સાથે ટકરાઈ શકે તેમ છે.હવામાન વિભાગે 3 ડિસેમ્બરે ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરી છે. આ ઉપરાંત આ બંને રાજયોમાં તોફાનના કારણે અનેક ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશામાં વરસાદની તીવ્રતા શનિવારથી વધી જશે કારણ કે દરિયા કિનારાના આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે કુલ 11 જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહ પુર આ 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જયારે કેન્દ્રપાડા, કટક, ખુર્દા, નગાગઢ, કંધમાલ, રાયગડા અને કોરાપુટ એમ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 તારીખે આ તોફાન બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પહોંચી જશે.

બાદમાં 4 ડિસેમ્બરના રોજ સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાય તેવી સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આજે પણ માવઠાંનું સંકટ યથાવત રહેશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ખેડૂતોના ઘઉં, ચણા, તુવેર, કપાસ, શેરડી સહિતના પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ ઉપરાંત ગુજરાતના ઘણા માર્કેટ યાર્ડમાં રખાયેલા ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

મિત્રો ભરશિયાળે સમગ્ર ભારતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા સર્ક્યુલેશનને કારણે પૂર્વ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ લો પ્રેશરના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો.

ગુજરાતમા તોકતે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી જે બાદ ફરી એક વખત નવા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ આ વાવાઝોડું નામ જવાદ આપવામાં આવ્યું છે.આ જ વાવાઝોડાને કારણે ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે અને હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં આ ચક્રવાતી તોફાન જવાદ વધુ મજબૂત થશે.

આ તોફાની ચક્રવાત ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે જેથી તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં ઉત્પન્ન થયેલા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડીશા પર ચક્રવાતી તોફાન જવાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ શનિવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારે પહોંચી શકે છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે તેમજ જુદા જુદા જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચક્રવાતને કારણે 80-90 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *