ગુજરાતમાં ભાવનગરમાં બૉર્ડની પરીક્ષામાં મધમાખીઓનું ઝૂંડ ત્રાટક્યું વિદ્યાર્થીઓ પર હુ@મલો કર્યો સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ત્રીજુ પેપર છે. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને સવારે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરનો ફાળવવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાના સમયે એક પણ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી પરંતુ આજે ભાવનગરમાં પરીક્ષામાં મધમાખીએ રંગમાં ભંગ પાડ્યો હતો.

10 વિદ્યાર્થીઓને માર્યા ડંખભાવનગરના તળાજામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ આતંક મચાવ્યો. શાંતિ પૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા તે અચાનક જ મધમાખીનું ઝૂંડ ત્રાટકતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તળાજાના સથરા ગામે ચાલુ બોર્ડની પરીક્ષામાં આ બનાવ બન્યો. પરીક્ષામાં બેઠેલા 10થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.

થોડીવારમાં માટે પેપર રોકવામાં આવ્યુબોર્ડની પરીક્ષા દરમિયાન ટાંકણી પડે તેવી શાંતિ હોય. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પરીક્ષા આપી રહ્યા હતા. તેવામાં મધમાખીઓએ તો આખો માહોલ જ બદલી નાંખ્યો. વિદ્યાર્થીઓ પણ ડરી ગયા અને પેપર છોડીને ભાગવા લાગ્યા. થોડીવાર માટે તો પરીક્ષા રોકી દેવામાં આવી હતી. જો કે સ્થિતિ થાળે પડતા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટ શાળાના સંચાલક દ્વારા તાત્કાલિક 108ને બોલાવી અને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા.

ભાવનગરમાં ચાલુ પરીક્ષાએ 25 વિદ્યાર્થીને મધમાખી કરડી છે. જેમાં તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન ઘટના બની છે. તેમાં ધોરણ-10ના 25 વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી છે. તથા શાળાના આચાર્યએ જણાવ્યું છે કે સારવાર બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.

ચાલુ પરીક્ષાએ 25 વિદ્યાર્થીને કરડી મધમાખીભાવનગરના સથરામાં બોર્ડની પરીક્ષામાં અફરાતફડી ફેલાઇ હતી. જેમાં મધમાખીના ઝૂંડે 25થી વધુ વિદ્યાર્થીઓને ડંખ માર્યા છે. તેમાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં મધમાખીનું ઝૂંડ ત્રાટક્યું હતુ. જેમાં 108 મારફતે 10થી વધુ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ છે. તેમાં 25 જેટલા ધો.10 ના પરિક્ષાર્થીઓને મધમાખી કરડી છે. તેમાં મથાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સારવાર આપી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને સામાન્ય તકલીફ છે. તથા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સથરાની સત્યનારાયણ સ્કૂલમાં બનાવ બન્યો છે.

તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન બની ઘટનાઉલ્લેખનિય છે કે સથરામાં ચાલુ બોર્ડની પરીક્ષામાં મધમાખીનો આંતક જોવા મળ્યો હતો. જેમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં વર્ગખંડની અંદર મધમાખીનું ઝૂંડ અંદર આવ્યું હતુ. તેમાં સથરા ગામે શાળાની અંદર લેવામાં આવી રહેલી પરીક્ષામાં મધમાખીના ઝૂંડે 25થી વધુ વિદ્યાથીઓને ડંખ માર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપવામાં આવી છે. તેથી તેઓ સમય બગાળ્યા વગર પરીક્ષા આપવા બેઠા છે.

બ્રિટનમાં એક એવી વિચિત્ર ઘટના બની હતી કે જેમાં 20 હજાર જેટલી મધમાખીઓએ એક ગાડીનો 2 દિવસ સુધી પીછો કર્યો. આટલી વધુ સંખ્યામાં મધમાખીઓએ એક ગાડીનો પીછો કરતા લોકો ચોંકી ગયા હતા. પહેલા દિવસે તો આ મધમાખીઓને ભગાડવામાં આવી પણ મધમાખીઓ ત્યાંથી જવા માટે તૈયાર નહોતી. મધમાખીઓ ફરી કાર પાસે પહોંચી ગઈ.

મળતી માહિતી મુજબ, કારની અંદર મધમાખીની રાણી ‘પૂરાઈ’ ગઈ હતી. તેવામાં મધમાખીઓનું મોટું ઝૂંડ આ રાણીની સુરક્ષા માટે તે ગાડીનો પીછો કરી રહ્યું હતું. કારણકે, મધમાખીઓની મજબૂત સિસ્ટમ હોવાથી આ ઝૂંડ ત્યાંથી જવા માટે તૈયાર નહોતું અને આખરે જે ગાડીમાં મધમાખીની રાણી પૂરાઈ ગઈ હતી ત્યાં આ ઝૂંડ પહોંચીને જ રહ્યું.

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, કારચાલકને એ વાતનો સહેજેય અંદાજો નહોતો કે તેની કાર પાછળ હજારોની સંખ્યામાં મધમાખીઓ ચોંટેલી છે. કારચાલક આ કારને પાર્ક કરીને શોપિંગ માટે ગયા અને પરત ફરીને જોયું તો ગાડીના પાછળના ભાગે મધમાખીઓનું ઝૂંડ ચોંટેલું હતું. આ જોતાં જ કારચાલક ચોંકી ગયા. ત્યારબાદ મધમાખીઓના આ ઝૂંડને ગાડી પરથી હટાવવાનો પ્રયાસ કર્યો.

ફરીથી લગભગ 20 હજાર મધમાખીઓનું ઝૂંડ ફરી આ ગાડી પર આવીને ચોંટી ગયું. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કારમાં મધમાખીની રાણી પૂરાઈ ગઈ હોવાથી મધમાખીઓનું ઝૂંડ સતત 2 દિવસ સુધી આ કારનો પીછો કરતું રહ્યું. વધુ મળતી માહિતી મુજબ, આ માટે કાર્ડની મદદથી મધમાખીની રાણીને નીકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં રાણી મધમાખી ગાડીની બહાર આવી શકી નહીં. જેથી મધમાખીઓના ઝૂંડે ગાડીનો પીછો કર્યો અને ત્યાં આવીને ચોંટી ગઈ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *