સુરતમાં મામીને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમનો સુરતમાં કરુણ અંજામ આવ્યો શારીરિક સંબંધ વીડિયો ઉતારી ને પછી એવો આવ્યો વળાંક કે વાંચીને હચમચી જશો
બિહારમાં મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, વાત પંચાયત સુધી પહોંચતા બંને સુરત આવી ગયા હતા. પરંતુ બંને વચ્ચે એવુ થયુ કે ભાણેજ જ મામીની ઠંડા કલેજે હત્યા કરીઉધના યાર્ડમાં થયેલ સગર્ભાની હત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે. 8 મહિના ગર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હત્યા કરી હતી. મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વલસાડ નજીક રહેતા હતા. ભાણેજે જ પોતાના પુત્રની હત્યા મામીના ગર્ભમાં કરી હોવાનો પણ ધડાકો થયો છે. આરોપી ભાણેજને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો.
બિહારમાં મામી-ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમનો સુરતમાં કરુણ અંજામ આવ્યો, મામીને ગર્ભ રહેતા જ.શહેના ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાના હત્યા પ્રકરણમાં ગણતરીના દિવસોમાં જ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને તેની મામી સાથે આડા સબંધ હતા. ગામમાં બંનેના પ્રેમસંબંધોની જાણ થઈ જતા તેઓ બંને સંજાણ રહેવા આવી ગયા હતા. જોકે બાદમાં મામીએ તેના વતન મામાના ઘરે જવાનો ઈન્કાર કરતા તથા અવારનવાર ઝગડો થતા ભાણેજે તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
21 મી માર્ચના રોજ ઉધના યાર્ડમાંથી એક પ્રેગ્નેટ મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસને આ આ@ત્મહત્યા હોય તેવું લાગ્યુ હતું. જો કે બાદમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ માટે આ કેસ ચેલેન્જિંગ હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં 19 મી માર્ચના રોજ મૃતક મહિલા એક યુવાન અને એક નાની બાળકી સાથે ટ્રેક પર જતા નજરે પડી હતી. જેથી પોલીસે યુવાનની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બાળકી સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવી હતી. જેથી રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર લાગેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી.
સીસીટીવીની ચકાસણી કરતા આ યુવાન તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી જતો ફૂટેજમાં દેખાયો હતો. ફૂટેજ અને મોબાઈલના આધારે પોલીસે યુવાનનો નંબર કઢાવ્યો હતો. બાદમાં નંબરના આધારે પોલીસની ટીમે બિહારથી યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ લાલુ ઉર્ફે લલ્લુ ભીંડ જણાવ્યું હતું.
મૃતક મહિલા રીટા ચૌધરી આરોપી લાલુના સંબંધમાં મામી થતી હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. જોકે આ પ્રેમ સંબંધની ગામ અને તેમના પરિવારને જાણ થઈ હતી. વાત પંચાયત સુધી પહોંચી હતી. પંચાયતમાં રીટાએ તેના પતિ સાથે જવાની ના પાડી હતી. જેથી લાલુ રીટાને લઈને સંજાણ આવ્યો હતો. રીટા પોતાના 4 સંતાનો પૈકી 3 સંતાનો વતન મૂકી એક બે વર્ષની દીકરીને લઈને લાલુ સાથે સંજાણ આવી ગઈ હતી. જ્યાં લાલુ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતો હતો.
લાલુ અને મામી રીટા વચ્ચે શારીરિક સબંધ બધાતા રીટાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. બાદમાં બંને વચ્ચે અવારનવાર મામીને વતન તેમના પતિ પાસે મોકલવા અંગે ઝગડો ચાલતો હતો. રોજે રોજના ઝગડાથી કંટાળી જઇ લાલુએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. લાલુ રીટાને મેમુ ટ્રેનમાં વલસાડથી ઉધના રેલવે સ્ટેશન લઈ આવ્યો હતો.
જ્યાં રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં બે દિવસ સુધી ફર્યા હતા. બાદમાં ફરી ઉધના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે કોઈને કોઈ વાતને લઈ ઝગડો થયો હતો. જેથી કંટાળી જઇ આખરે લાલુ રીટાને લઈ ઉધના યાર્ડમાં લઇ ગયો હતો અને ત્યાં જ ગળું દબાવી તેની કરપીણ હ@ત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો રેલવે પોલીસે આરોપી લાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેવુ રેલવે ડીવાયએસપી બીએ ચૌધરીએ જણાવ્યું.
ગત 25મી માર્ચે સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી તેના મોઢા પર માર મારી તેની હત્યા કરેલી લા@શ મળી આવી હતી. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મહિધરપુરા પોલીસને સમગ્ર ઘટનાની કડીઓ જોડતા cctv ફૂટેજ હાથમાં લાગ્યા હતા,
જેમાં એક પુરુષ મહિલા સાથે દેખાય છે. મહિલાની હત્યા કર્યા બાદ બાળકીને લઈ ઉધના રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન આવે છે. સુરત રેલવે સ્ટેશને બાળકીને એકલી મૂકી પ્લેટફોર્મ ઉપર જતો રહે છે. રેલવે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે મૃતક મહિલાની ઓળખાણ માટેની તપાસ તપાસ પણ હાથ ધરી હતી.
અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હ@ત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુ@ર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. આ હ@ત્યા કેસની તપાસમાં હણ બ્રાન્ચ પણ જોતરાઈ છે. ઘરનો મોભી ફરાર થતા હ@ત્યા તેને કરી હોવાની શક્યતા પોલીસે કરી વ્યક્ત. આરોપી ટેમ્પો ચાલક હતો. આર્થિક સંકડામણ અને ઘર કંકાસને લઈને ઝઘડા થતા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.