આ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી બાજરા અને બાજરીના ભાવ ઐતિહાસિક સપાટીએ આ વર્ષે પહેલીવાર સૌથી મોટો ઉછાળો

ગુજરાતમાં બાજરીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક રીતે બાજરીનો 20 કિલોનો ભાવ 400 થી 471 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે બાજરીનો ભાવ 300 રૂપિયાની આસપાસ રહેતો હોય છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઊંડા જતાં આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં પાછોતરા વરસાદથી બાજરી પાક ઘટયો છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં કુલ 1,4૦,500 હેકટરમાં બાજરીનું વાવેતર થયું હતું. જે જોતાં હવે બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો છે. સાથે બાજરીની માગ સાથે પુરવઠો ઘટતાં ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જિલ્લાના ખેડૂતોએ અને વેપારીઓ કહી રહ્યા છે. ડીસા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિએ જણાવ્યું કે, વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર 75 ટકા સુધીનો ઘટી જતાં બાજરીનું ઉત્પાદન ઘટતાં ભાવ વધી રહ્યા છે.

ભારતમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા-આણંદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં બાજરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદના કારણે તેમજ સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતાં બાજરીનું વાવેતર ઘટયું છે. ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં 2,45,556 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે તેમાં 17,779 હેક્ટરની વાવેતર ઘટ જોવા મળી મળી રહી છે.

બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં પહેલાં ચોમાસું બાજરી પણ વવાતી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટી ગયું છે. ફક્ત ઉનાળું બાજરી જ થાય છે.

આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ ૪૦૦ થી ૪૭૧ રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ૩૦૦ રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જાણકારોનું માનવું છે.

ગુજરાતમાં આજથી સાત-આઠ વર્ષ પહેલા પાંચથી છ લાખ હેક્ટરમાં ઉનાળું બાજરીનું વાવેતર જોવા મળતું હતું. જે ઉનાળા વાવેતરમાં સમગ્ર દેશમાં મોખરે હતું. હાલ બાજરીનો વાવેતર વિસ્તાર ઘટીને માંડ ૧.૩૦ લાખથી માંડીને ૨ લાખ હેક્ટર સુધી નો જ રહી જવા પામ્યો છે. આમ વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર ૭૫ ટકા સુધીનો ઘટી જતા બાજરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધી રહ્યા હોવાનું ખેતીવાડી ખાતાના નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે.

દેશમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા-આણંદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં બાજરી સારી એવી પાકતી હોય છે. પરંતુ છેલ્લા બ-એક વર્ષથી આ વર્ષે ઓછા વરસાદના કારણે તેમજ સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતા બાજરીનું વાવેતર ઘટયું છે. ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં ૨,૪૫,૫૫૬ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે તેમાં ૧૭,૭૭૯ હેક્ટરની વાવેતર ઘટ જોવા મળી મળી રહી છે.

બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વવાતી હતી હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટી ગયું છે. ફક્ત ઉનાળું બાજરી જ થાય છે.

બાજરીના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં દા@રૂ બનાવવા માટેેે વિવિધ મટીરીયલોની સાથે હવે બાજરીનો ઉપયોગ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરી ગ્રેડીંગ કરીને જે ચારણ નીકળે જે પક્ષીઓ પણ ન ખાય તેનો ઉપયોગ દારૂની ફેક્ટરીઓવાળાઓ કરી રહ્યા છે.

તેથી દા@રૂની ફેક્ટરીઓવાળા ગુજરાતમાંથી ૫૦૦થી ૬૦૦ ટ્રક બાજરી લઇ જતા હોવાની જાણકારી મળી રહી છે. તેના કારણે પણ બાજરીની અછત વચ્ચે તેના ભાવ વધ્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *