આજે ગ્રીષ્મા વેકરીયા કેસ મોટો ખુલાસો ફેનીલ અને ગ્રીષ્મા બંને કરતા હતા એકબીજાને પ્રેમ બંનેના ફોટાઓ જોઈને ફેનિલની આંખમાં આવ્યા આંસુ

સુરતની અંદર બનેલી પાસોદરા વિસ્તારની અંદર સરાજાહેર માં કરવામાં આવેલી ગ્રીષ્મમાં હ@ત્યા કેસની અંદર આરોપી ફેનીલ ની સામે ટ્રાયલ દરમિયાન સરકારી પક્ષે જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત ત્રીજા દિવસે ધારદાર દલીલો કરી હતી. તમે જણાવી દઈએ કે, તેમણે જણાવ્યું હતું કે આરોપી તરફથી ફેનીલ અને ગ્રીસમાં વચ્ચે પ્રેમ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ આ વાતને સરકારી પક્ષના વકીલ દ્વારા ખંડન કરવામાં આવ્યો છે.

ગ્રીષ્મા હ@ત્યા કેસમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં ત્રીજા દિવસે સરકાર પક્ષની દલીલો પૂરી થઈ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલે દલીલ કરી હતી કે, બચાવ પક્ષે જે ફોટા રજૂ કરવામાં આવ્યા છે તેના પરથી એ સાબિત થતુ નથી કે પ્રેમ હતો. ફોટા સાથે છેડછાડ પણ થઈ હોય શકે. આજના સમયમાં ફોટા હોવા સામાન્ય બાબત છે.

ઉલટુ આરોપીએ તો ફોટા રજૂ કરીને મરનારની ભાવના સાથે ચેડાં કર્યા છે. પ્રેમ કોને કહેવાય, પ્રેમ એ ત્યાગ, બલિદાનનો વિષય છે. કોઇની બલિનો વિષય નથી. પ્રેમમાં સામાવાળી વ્યક્તિને ખુશ કરવાના હોય. આપણા કૃત્યથી સામાવાળા ખુશ રહે એને પ્રેમ ભાવના કહેવાય. આપણા કૃત્યથી કોઇનું આખુ કુટુંબ રઝડી જાય એ પ્રેમ નથી એ વાસના છે. સરકાર પક્ષની દલીલો આજે પણ ત્રણ કલાક ચાલી હતી. આમ, ત્રણ દિવસમાં કુલ 12 કલાક દલીલો કરવામાં આવી હતી. હવે સોમવારના રોજ બચાવ પક્ષે ઝમીર શેખ દલીલો કરશે.

આરોપી પાસે ફોટો હતા તો પોલીસને તપાસમાં કેમ ન આપ્યાઆરોપી તરફે કેસમાં અને ફેનિલના જે ફોટા રજૂ કરાયા હતા તે સંદર્ભે કરવામાં આવેલી દલોલીમાં ફોટાનું ખંડન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલની દલીલ હતી કે, એડવાન્સ જમાનામાં ફોટા સાથે હોય એટલે પ્રેમ ન કહેવાય. આ કેસમાં તો ફોટા સાચા છે એ હજી નક્કી નથી. પ્રેમની વાત છે ત્યાં સુધી કોઈનું ખાનદાન સાફ કરી દેવાની ભાવના પ્રેમમાં ન હોય. એટલે જે આરોપીએ પ્રેમની વાત કરી છે તે માની શકાય નહીં. જો આ ફોટા હતા જ તેમના પાસે તો આરોપીએ તપાસ દરમિયાન પોલીસને કેમ ન આપ્યા. એટલે આ ફોટા પાછળથી ઊભા કર્યા હોવાની શક્યતા નકારી ન શકાય.

મેડિકલ અને FSL સહિતના પુરાવા હોવાથી કસૂરવાર ઠેરવોસરકાર પક્ષે એડવોકેટ નયન સુખડવાલાએ પોતાની દલીલમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપીનો મોટિવ, તેને થયેલી ઇજા પ્રોસિક્યુશને પુરવાર કર્યું છે. સીધા પુરાવા, સીસીટીવી કેમેરા, મેડિકલ પુરાવા, એફએસએલના પુરાવા છે. સાંયોગિક પુરાવા છે. આ ઉપરાંત ક્રિષ્નાની પણ જુબાની રજૂ કરવામાં આવી છે. આરોપી ફેનિલને કસુરવાર કરવો જોઇએ.

ગ્રીષ્મા હ@ત્યા કેસના આરોપી ફેનીલે જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કરી સાક્ષીને ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. મહત્વનું છે કે, ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. જો કે, ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.

સરકારી વકીલ નયન સુખવડવાલાએ કોર્ટમા લેખિત ફરિયાદ કરીઆ અંગે સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવાર નવાર ફેનીલ ગ્રીષ્માને મા@રી ના@ખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.

તમને જણાવી દઈએ કે, તેની સાથે સરકારી પક્ષના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો પ્રેમ ની અંદર હોય તો આખું ખાનદાન સાફ કરવાની ભાવના પ્રેમ ની અંદર હોય નહીં. આ ઉપરાંત સરકાર પક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ સરકાર પક્ષની દલીલો પૂરી થઈ હતી અને આજ ની અંદર આરોપી પક્ષ દ્વારા, ઘણા બધા ફોટાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

પરંતુ તે દરેક ફોટાઓમાં ખંડન કરી ને દલીલ કરવામાં આવી હતી. આ ફોટાને ઓરીજનલ છે કે કેમ તેની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. તેમજ દરેક દલીલ માટે એવું માની લેવામાં આવે છે કે બંનેના સાથે ફોટા છે તો બંને ની વચ્ચે પ્રેમ છે તેવું સાબિત થાય નહીં. આ સમગ્ર ઘટના ની અંદર તે બંનેના સાથે ફોટા હોય તેવું પુરવાર થયું નથી. આ ઉપરાંત એવી જાણકારી સામે આવી છે કે આરોપી તરફથી જે પણ પ્રેમ હતો તેના ડિફેન્સ લેવામાં આવે છે, તેઓ પણ માની શકાય નહીં, સરકાર પક્ષે કહ્યું છે કે, પ્રેમ એ ત્યાગ અને બલિદાનનું વિષય છે તેની અંદર કોઈ પણ પ્રકારની બલી લેવાનો વિષય આવતો નથી.

સવાલો ઉભા થઇ શકે છે. સરકાર પક્ષે તમામ પુરાવા થકી આ સમગ્ર ઘટના અંગે પુરવાર થયો છે તેમાં જ આરોપીને દોષિત ઠરાવ્યો જોઈએ તેવી દલીલો ની સાથે આખી દલીલો કરી હતી.

આરોપી જે સમયે ચાલતી હતી તે સમયે, એક વખત કોટની અંદર બેભાન થઈ ગયો હતો. આ ઉપરાંત આરોપીએ જેલમાંથી તેની મોબોલી બહેનને પણ ફોન કર્યો હતો. તેમજ આરોપીનું એક્સ્ટ્રા જ્યુડિશિયલ કનફેશન પણ રજૂ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત આરોપીએ પોતાને સહાનુભૂતિ મળે તે માટે ઈજા કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ જો આરોપી ને મરવું હોય તો ફોન કરીના મને અહીંથી લઈ જાઓ એવું કહેવાયું ના હોય.

થોડા દિવસો પહેલા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરતાં જણાવ્યું હતું કે, જે સમયે માતા કે જેને નવ મહિના કુખ માં રાખી ને અસારીયા પ્રસૂતિની પીડા સહન કરી હતી અને તેમણે રાત્રે ઉજાગરા પણ કર્યા હતા, અને તે જ દીકરીને પોતાની નજર ની સામે મોતને ભેટતા જોઈ તે એક માતા માટે જીવનભર ભૂલી શકાય નહિ તેવી પીડા છે. આ ઉપરાંત માતાની જુબાની નહિ માનવાનું કોઈ કારણ આવતું નથી. તેમજ તે મરનારની માતા છે તે ખોટા આરોપીની સામે જુબાની આપે છે તેવું માની શકાય નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *