ગુજરાતમાં કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચા આ વર્ષે સ્વાદની મજા માણવા માટે ચૂકવવા પડશે બમણા રૂપિયા 10 કિલોનો ભાવ જાણો

ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે ફ્ળોની રાણી ગણાતી કેસર કેરીની આવક થવા પામી છે.ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક 4 થી 5 દિવસ મોડી થવા પામી છે.આજે કેસર કેરીની પ્રથમ હરરાજી થવા પામી હતી.ગત વર્ષે કેસર કેરી ના 10 કિલો ના ભાવ 800 રૂપિયા થી લઈને 1400 રૂપિયા મળ્યા હતા.જ્યારે આ વર્ષે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 1200 રૂપિયા થી 1751 રૂપિયા સુધી ના ભાવ મળ્યા હતા.

કેસર કેરીની સિઝન ની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ ઉંચા જોવા મળ્યા હતા.ગત વર્ષ કરતા આ વર્ષે કેરી થોડી મોંઘી રહે તેવું વેપારીઓનું કહેવું છે. તૌક્તે વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી જવાથી આ વર્ષે ભાવ ઉંચા રહે તેવી પણ શકયતા છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝનની પ્રથમ આવક સારી એવી જોવા મળી હતી.

આશરે 400 થી વધુ જેટલા કેરીના બોક્સ ની આવક થવા પામી હતી. યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાળા, જસાધાર, કંટાળા સહિત ના પંથકમાંથી કેસર કેરીની આવક જોવા મળી છે.કેરી પકવતા ખેડૂતો કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે.આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું ગોંડલના વેપારી કિશોરભાઈવાઘેલા જણાવ્યું હતું.

આ વર્ષે કેરીના રસીકોને કેસર કેરી ખાવી મોંઘી પડશે..ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના ભાવમાં 300 રૂપિયાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે.

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં આજરોજ સીઝનની મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવક થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક 4 થી 5 દિવસ મોડી થઈ છે. આજરોજ કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી. ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા મળ્યા હતા. જ્યારે આ વર્ષે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 1200 રૂપિયા થી 1751 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સીઝનની પ્રથમ આવક સારી એવી જોવા મળી હતી. આશરે 400 થી વધુ જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક જોવા મળી છે. કેરી પકવતા ખેડૂતો કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું ગોંડલના વેપારી કિશોરભાઈ વાઘેલા જણાવ્યું હતું.

ગત વર્ષ કરતા ભાવ વધ્યાકેસર કેરીની સીઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ ઉંચા જોવા મળ્યા હતા. ત્યારે હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1200 થી 1751 રૂપિયા સુધી બોલાયા હતા. જો કે ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800થી 1400 રૂપિયા સુધી રહ્યા હતા. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

ભાવ વધવાના આ રહ્યા કારણોઅતિવૃષ્ટી અને વાવાઝોડાના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી કેસર કેરીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરી થોડી મોંઘી રહે તેવું વેપારીઓનું કહેવું છે. તૌક્તે વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી જવાથી આ વર્ષે ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 400થી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે. હાલ બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થઈ રહી છે .ત્યારે આગામી દિવસમાં કેરીની આવકમાં હજુ વધારો થશે.ગુજરાતના કેરીનાં ચાહકો માટે આ વર્ષે માઠા સમાચાર આવ્યા છે.

ગીર પંથક તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કેસર કેરીનો આ વખતે માત્ર 15 થી 20 ટકા જ પાક થાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયો છે. બીજી તરફ આ વર્ષે માત્ર 20 જ ટકા પાક થતાં હવે કેરીનાં ભાવ આસમાને પહોંચે તેમ છે. ખેડૂતોનાં અનુમાન પ્રમાણે આ વખતે કેરી બજારમાં બમણાં ભાવે એટલે કે એક બોક્સના રૂ.1200થી રૂ.1500 થઈ જવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, તૌક્તે વાવાઝોડા પછી આંબાને થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગને પગલે કમોસમી વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનને લીધે આંબાનાં પાકને મોટા પાયે અસર થઇ છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીની સીઝન ગુજરાતમાં દોઢ મહિના પછી એટલે કે 15 મેથી શરૂ થશે. જો વાતાવરણ સાનુકૂળ રહ્યું તો વરસાદ સુધી લોકોને કેરી ખાવા મળશે.

ગીરના ખેડૂતોના જણાવ્યું કે, અમે દવા અને ખાતરથી કેરી બચે તેવો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કુદરત સામે કોની ચાલે છે. આ વખતે મારે 200 આંબામાં 50 મણ કેરી થાય તો પણ ઘણું છે. સારું વર્ષ હોય તો મારે 300 મણ સુધી કેરી પાકી છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણને લીધે પાકને ખૂબ નુકસાન થયું છે.

કેસર કેરીના એક બોક્સનો ભાવ 700 ના બદલે 1500 રૂપિયા થશેતલાલા યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી આવશે. આ વિશે તલાલા એપીએમસીનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આ વખતે મોર બે મહિના સુધી રહ્યાં. પરંતુ તે કેરીમાં પરીવર્તીત ન થઇને નાના ફળ પીળા ચણા જેવા થઇને ખરી પડ્યાં. ગત વર્ષે અમે તલાલામાં 6 લાખ બોક્સની આવક થઇ હતી. જે આ વર્ષે 20 ટકા ઉત્પાદનથી ઘટી જશે. ગત વર્ષે બોક્સનો ભાવ રૂ.500થી 600 ખેડૂતને મળ્યો હતો જે આ વખતે રુ. 700થી 1000 મળશે. જેથી બજારમાં તે કેરી પહોંચતા કિલોએ રૂ.125થી 150 રૂપિયે વેચાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *