આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો એક સપ્તાહમાં 5030 રૂપિયા થયુ સસ્તુ જાણો કેટલું થયું સસ્તુ સોનું

આ અઠવાડિયે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ અઠવાડીયે ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર આ અઠવાડિયે બુલિયન માર્કેટમાં સોનું 15 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને શનિવારે 51,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

ત્યાં જ આ અઠવાડિયે ચાંદીમાં 800 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આ 67,782 રૂપિયા પર હતું જે શનિવારે 66,889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવ્યું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમત 893 રૂપિયા ઓછી થઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરવામાં આવે તો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો હાલનો ભાવ 12 ડોલર પ્રતિ ઔંસ તૂટીને 1924 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર પહોંચ્યો છે. ત્યાં જ ચાંદીની વાત કરવામાં આવે તો આ 24 ડોલર પ્રતિ ઔંસ પર છે.

વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે શનિવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સોનાનો ભાવ હજુ પણ 51 હજાર ની ઉપર યથાવત છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 24 કેરેટ સોનાનો ભાવ 1₹ ઘટીને 51584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

આજે બજારમાં સોનાના ભાવ ખૂલ્યો હતો અને લાંબા સમય સુધી સ્થિર રહ્યો હતો.નોંધપાત્ર વાત એ છે કે કોરોના મહામારી દરમિયાન સોનાના ભાવ રેકોર્ડ પહોંચી ગયા હતા અને 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ 55700 રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો પરંતુ 67 હજાર ની ઉપર એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદી નો વાયદો 222 રૂપિયા ઘટીને 67265 પ્રતિ કિલોગ્રામ થઈ હતી જોકે અત્યારે પણ ચાંદી તેના રેકોર્ડ બ્રેક સ્તર થી લગભગ 6000 રૂપિયા સસ્તી વેચાઈ રહી છે અને આજે MCX પર ચાંદી નો ભાવ 67374 રૂપિયા પર ખુલ્યો હતો જે ઘટીને 67265 રૂપિયા થયો હતો.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા ના કારણે વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા પછી સોનાની માગ ઘટશે અને ભાવ પણ નીચે આવી શકે છે..

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

બલ માર્કેટમાં ઉતાર ચઢાવના કારણે ગુરુવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. સોનાનો ભાવ આજે 51 હજાર રૂપિયાથી પણ નીચે જોવા મળ્યો છે.MCX પર સવારે 9.10 વાગ્યે 24 કેરેટની શુદ્ધતાનું સોનું વાયદા ભાવથી 47 રૂપિયા ઘટીને 50,906 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. આ પહેલા સોનાનો ભાવ બજાર ખુલતા જ સ્થિર રહ્યો હતો. સોનું હાલમાં રેકોર્ડ લેવલથી 4700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાઈ રહ્યું છે.

2020માં ઘટી હતી સોનાની માંગકોરોના મહામારી સમયે સોનાના રેટ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. 2020માં શેરમાં ઘટાડાના કારણે સોનાની માંગ વધી હતી અને રેટ 55700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ચૂક્યા હતા.

ચાંદીમાં જોવા મળ્યો મોટો ઘટાડોMCX પર ચાંદીનો વાયદા ભાવ ઘટ્યો છે અને તે 67 હજારથી નીચે આવી છે. સવારે 9.10 વાગે ચાંદીનો ભાવ 537 રૂપિયા ઘટ્યો છે અને સાથે 66869 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ચાંદી રેકોર્ડ સ્તરથી લગભગ 6000 રૂપિયા સસ્તી વેચાઈ રહી છે. એક દિવસ પહેલા સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો પણ આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે.

ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા છે ભાવગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ ઘટ્યા છે. સોનાનો હાજર ભાવ 1926.95 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 1.39 ટકાનો ઘટાડો થયો છે. ચાંદીનો હાજર ભાવ 24.76 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.

યુદ્ધ ખતમ થશે તો વધુ સસ્તુ થશે સોનુંએક્સપર્ટનું કહેવું છે કે રશિયા અને યૂક્રેનની વચ્ચેનું યુદ્ધ ખતમ થતાં જ સોનાની માંગમાં ઘટાડો થયો છે અને કિંમતો પણ નીચે આવી શકે છે. અનુમાન છે કે આવનારા 50 દિવસમાં ગ્લોબલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ 1892 ડોલર પ્રતિ ઓંસ રહી શકે છે. ચાંદી પણ 24 ડોલર પ્રતિ ઓંસની આસપાસ રહેવાનું અનુમાન છે. ભારતીય બજારમાં ચાંદી 66550 રૂપિયાની આસપાસ ટ્રેડિંગ કરવાનું અનુમાન છે જ્યારે સોનું 50550 રૂપિયા સસ્તુ થઇ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *