આજે સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો મોટો ઘટાડો સોના-ચાંદી ખરીદવા માટેની સુવર્ણ તક સોના-ચાંદીના ભાવમાં 3500રૂપિયાનો મોટો ઘટાડો જાણો નવા ભાવ…

ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જયારે ચાંદીના ભાવમાં પણ મામૂલી વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં સોનાનાં ભાવમાં 354 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એંડ જવેલર્સ અસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બીઝનેસ વીકની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 51,485 હતો, જે શુક્રવાર સુધી વધીને 51,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 66,628થી વધીને 66,636 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે.

જણાવી દઈએ કે આઈબીજીએ તરફથી જાહેર કરવામાં આવેલ કિંમતોથી અલગ લગ શુદ્ધતાનાં સોનાનાં સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા જાહેર કરવામાં આવેલ રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ નથી.

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે.

કોરોના મહામારી માં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને તેમજ સોનું ખરીદતા પહેલા કેટલીક વાતોની ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. સમગ્ર વિશ્વ માં કેટલાક સમયથી ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના કારણે માર્કેટમાં ખૂબ જ બદલાવ જોવા મળે છે.

જેમ કોઈ પેટ્રોલ ડીઝલ અને સોના-ચાંદી ના ભાવ માં ખૂબ જ ઉપર નીચે જોવા મળી છે. શનિવાર ના દિવસે સોના માં ખૂબ જ બદલાવ જોવા માર્યો હતો.તમેજ 09 એપ્રિલ 2022 ના રોજ, ભારત દેશ માં સોના ના ભાવ માં તેજી જોવા મળી હતી. તેમજ સોના ના ભાવ માં એક દિવસ પહેલા ખૂબ જ બદલાયો હતો.

તેમજ 22 કેરેટના સોના ના ભાવ માં આશરે 250 નો વધારો થયો છે અને તેમાં તેંજી જોવા મળી છે. તેમજ ચાંદીના ભાવમાં ખૂબ જ બદલાવ થયો છે. શનિવાર ના રોજ ચાંદી માં 900 રૂપિયા નો ધડખમ વધારો થયો છે. આ રીતે શુદ્ધતાને ઓળખવામાં આવે છે. દાગીનાની શુદ્ધતા માપવાની એક રીત છે.

આમાં, હોલમાર્ક સંબંધિત ઘણા પ્રકારના નિશાન જોવા મળે છે, આ નિશાનો દ્વારા ઘરેણાંની શુદ્ધતા ઓળખી શકાય છે. તે 24 કેરેટ સુધીનું સ્કેલ ધરાવે છે. 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું છે. જ્યારે 21 કેરેટ જ્વેલરી પર 875 અને 18 કેરેટ જ્વેલરી પર 750 લખેલું છે. આ સિવાય 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલું છે.

સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા પણ વેપાર થાય છે. આ દિવસોમાં દરેક દેશની સેન્ટ્રલ બેંક સાથે એવું બને છે કે તમામ સ્ટોરેજ ત્યાં નથી. જ્યારે પણ આવું થાય છે ત્યારે તે સોનાના ભાવમાં ઝડપી અસ્થિરતા તરફ દોરી જાય છે. ટૂંકમાં, આ માંગ દેશની મધ્યસ્થ બેંકોમાંથી બહાર આવે છે. જ્યારે માંગ અપેક્ષિત માંગ કરતાં વધી જાય છે, ત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની કિંમતમાં વધારો કરવામાં આવે છે.

આ ઘણી વખત જોવામાં આવ્યું છે અને આ કિંમતો ઘણી હદ સુધી વધી જાય છે. સોનાની કિંમત સોનાના ભાવમાં ચાલ દેશમાં ગોલ્ડ ETF દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર પણ આધાર રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ ગોલ્ડ ETF ખરીદે છે, ત્યારે તે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારો કરે છે જે આખરે ચેન્નાઈમાં સોનાના ભાવને અસર કરે છે.

ધોળકાના વસંતભાઈને ખેતીવાડીમાં સારી કમાણી થઈ, તો તેમણે સોનાના ઘરેણાં (JEWELLERY)માં રોકાણ (INVESTMENT) કર્યું. તે વખતે 10 ગ્રામ સોનાનો ભાવ 55,000 રૂપિયાની આસપાસ હતો અને દસ તોલાના ઘરેણાં માટે, તેમણે મેકિંગ ચાર્જ (MAKING CHARGE) તથા જીએસટી સાથે કુલ 6 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેના એકાદ વર્ષ પછી પત્નીની સારવાર માટે અચાનક પૈસાની જરૂર પડી, એટલે તેઓ જ્વેલરને ત્યાં સોનું વેચવા પહોંચી ગયા, પરંતુ જ્વેલરે હિસાબ-કિતાબ કરીને જે ભાવ કહ્યો, તે સાંભળીને વસંતભાઈને તો જોરદાર જાટકો લાગ્યો.

વાસ્તવમાં તો, આ ઘરેણાં 20 કેરેટનાં હતાં, પણ વસંતભાઈને તે 24 કેરેટનાં ભાવે વેચવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, માની લો કે, 24 કેરેટ સોનાનો ભાવ 48,000ના સ્તરે છે, તો 20 કેરેટ સોનાનો ભાવ લગભગ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થાય છે. ઓછામાં પૂરું જ્વેલરે 10 ટકા ડિસ્કાઉન્ટ પણ કાપી લીધું. આમ, જ્વેલરે વસંતભાઈને ઊંચા ભાવે ઘરેણાં વેચ્યા પણ ખરીદ્યા સસ્તા ભાવે. વસંતભાઈ માટે તો પત્નીની સારવાર મહત્ત્વની હતી, એટલે તેમણે ખોટ ખાઈને પણ 6 લાખનાં ઘરેણાં માત્ર 3.60 લાખ રૂપિયામાં વેચી દીધા.

ઘરેણામાં રોકાણ ખોટનો સોદોવસંતભાઈ સાથે જે થયું એવું ભારતનાં ઘણા લોકો સાથે થાય છે. ખાસ કરીને, ગામડાંના મોટાભાગનાં લોકો જ્યારે પૈસા ભેગા કરે છે અને રોકાણ કરવા માટે ઘોડા દોડાવે છે, ત્યારે તેમના ઘોડા ઘરેણાંની દુકાને આવીને જ ઊભા રહે છે અને તેઓ ઘરેણાં ખરીદીને રોકાણ કરે છે. પરંતુ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેમને સમજાય છે કે, તેમણે જે ભાવ ચૂકવ્યો હતો તે અને ઘરેણાંના વેચાણભાવ વચ્ચે બહુ મોટો ફરક હોય છે. આમ, સરવાળે તેમણે ખોટ ખાવાનો વારો આવે છે.

નિષ્ણાત શું કહે છેકેડિયા એડવાઈઝરીના સ્થાપક અજય કેડિયા કહે છે કે, રોકાણ કરવા માટે સોનું ચોક્કસપણે સારો વિકલ્પ છે, પરંતુ ગોલ્ડ જ્વેલરી તો કોઈ પણ રીતે યોગ્ય વિકલ્પ નથી. રોકાણ માટે જ્વેલરી ખરીદી રહ્યાં હોવ તો ફાયદાની આશા ન રાખી શકો. આથી, ગોલ્ડ જ્વેલરીમાં તો ક્યારેય ઈન્વેસ્ટ ના કરશો. હા, પ્રસંગ માટે જ્વેલરી ખરીદી શકો પણ રોકાણ માટે નહીં. હંમેશા હોલમાર્કિંગ વાળા ઘરેણાં જ ખરીદવાનો આગ્રહ રાખો.

અજય કેડિયા કહે છે કે, સોનામાં રોકાણ માટે સૉવરિન ગોલ્ડ બોન્ડ સૌથી સારો વિકલ્પ છે. જો તમારી ઈચ્છા ફિઝિકલ ગોલ્ડ ખરીદવાની જ હોય, તો તેના માટે બેન્ક પાસેથી સિક્કા, બાર અથવા બિસ્કિટ ખરીદો. જો જ્વેલર પાસેથી તેની ખરીદી કરો, તો શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો અને ભરોસાપાત્ર જ્વેલર પાસેથી જ માલ ખરીદો. જેટલું પણ સોનું ખરીદો તેનું પાક્કું બિલ પણ લેવાનું ન ભૂલશો.

શા માટે બિલ જરૂરી છેઆમ તો, સરકારે હવે ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે, છતાં અમુક જ્વેલર હજુયે હોલમાર્કિંગ વગરના ઘરેણાં વેચે છે. કેટલાક લોકો જીએસટી ન ભરવો પડે એટલે બિલ વગર જ્વેલરી ખરીદે છે. આ લાલચને કારણે ભવિષ્યમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આથી, જ્યારે પણ જ્વેલરી ખરીદો ત્યારે પાક્કું બિલ ચોક્કસપણે લો. આમ કરવાથી ઘણા ફાયદા થશે. ખરાબ સમયમાં જ્યારે પણ તમે જ્વેલરી વેચવા જશો, ત્યારે જ્વેલર તેની શુદ્ધતાને લઈને સવાલ નહીં કરી શકે. બિલ સાથે ઘરેણાં વેચશો તો જ્વેલર તેમાં કોઈ ગોટાળા નહીં કરી શકે.

જો તમે ઘર અને સામાનનો વીમો ઉતરાવ્યો હશે, તો ચોરી અથવા કુદરતી હોનારત બાદ ક્લેમ કરી શકશો. જો બિલ નહીં હોય તો, વીમા કંપની તમારો ક્લેમ ફગાવી દેશે. આવી જ સ્થિતિ બેન્ક લોકર માટે પણ લાગુ પડે છે. એટલું જ નહીં, આવકવેરા વિભાગ દરોડા પાડે ત્યારે બિલ સાથે ખરીદેલા ઘરેણાં જપ્ત થતાં નથી. આથી, જ્વેલરી ખરીદતી વખતે, જીએસટી બચાવવાની લાલચથી દૂર રહો અને પાક્કું બિલ માંગશો, તો વસંતભાઈની જેમ ખોટ નહીં ખાવી પડે.

મની નાઈનની સલાહરોકાણ માટે જ્વેલરી સારો વિકલ્પ નથી. જ્યારે પણ સોનું ખરીદો ત્યારે હોલમાર્કિંગનું ખાસ ધ્યાન રાખો. કેરેટના આધારે જ પૈસાની ચૂકવણી કરો. જેટલી પણ જ્વેલરી ખરીદો તેનું પાક્કું બિલ ચોક્કસથી લો. આ બિલ ભવિષ્યમાં તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *