આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોના-ચાંદીના ભાવમાં 5360રૂપિયાનો મોટો ઘટાડો સોનો ભાવ જલ્દીથી જાણી લો તેનો

વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે સોમવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.જો કે સોનાનો ભાવ હજુ પણ 51 હજારની ઉપર યથાવત છે.આ અઠવાડિયે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ અઠવાડીયે ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર આ અઠવાડિયે બુલિયન માર્કેટમાં સોનું 15 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને શનિવારે 51,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

ત્યાં જ આ અઠવાડિયે ચાંદીમાં 800 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આ 67,782 રૂપિયા પર હતું જે શનિવારે 66,889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવ્યું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમત 893 રૂપિયા ઓછી થઈ છે.

મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9.10 વાગ્યે, 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 1 ઘટીને રૂ. 51,584 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે બજારમાં સોનાનો ભાવ એ જ ભાવે ખૂલ્યો હતો અને લાંબા સમય સુધી સ્થિર રહ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના મહામારી દરમિયાન સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ 55,700 રૂપિયાની આસપાસ હતો.

ચાંદીમાં પણ ઘટાડો થયો પરંતુ ભાવ 67 હજારની ઉપરશુક્રવારે, એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનો દર હજુ પણ 67 હજારની ઉપર યથાવત છે. સવારે 9.10 વાગ્યે ચાંદીનો વાયદો રૂ. 222 ઘટીને રૂ. 67,265 પ્રતિ કિલોગ્રામ હતો. જોકે, અત્યારે પણ ચાંદી તેના રેકોર્ડ સ્તરથી લગભગ રૂ. 6,000 સસ્તી વેચાઈ રહી છે. MCX પર આજે ચાંદીનો ભાવ 67,374 પર ખૂલ્યો હતો, જે ઘટીને 67,265 થયો હતો.

વૈશ્વિક બજારમાં અસ્થિરતાવૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ સવારે 0.10 ટકા વધીને 1,938.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. જોકે, ચાંદીના ભાવમાં 0.48 ટકાનો ઘટાડો નોંધાયો છે અને 25 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહે છે. એક દિવસ અગાઉ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સોનું ક્યારે સસ્તું થશેનિષ્ણાતો કહે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા પછી સોનાના માગ ઘટશે અને ભાવ પણ નીચે આવી શકે છે. એવો અંદાજ છે કે આગામી 50 દિવસમાં વૈશ્વિક બજારમાં સોનાની હાજર કિંમત 1,892 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ચાંદી પણ 24 ડોલર પ્રતિ ઔંસ આસપાસ રહેવાનો અંદાજ છે. ભારતીય બજારમાં ચાંદી રૂ. 66,550ની આસપાસ ટ્રેડ થવાનો અંદાજ છે, જ્યારે સોનું રૂ. 50,550 સુધી સસ્તું થઈ શકે છે.

દેશમાં હવે કોવિડ મહામારીની અસર ઘટતા હવે અર્થતંત્રમાં ફરીથી તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. સર્વિસ સેક્ટર સહિત મોટા ભાગના સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ હવે દેશમાં સોના-ચાંદીના ઝવેરાતની માંગ પણ સતત વધી રહી છે.

એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં દેશમાં સોનાના ઝવેરાતોની માંગ 600-650 ટન સુધી પહોંચવાની શક્યતા છે. આ ટકાવારી કોવિડ પૂર્વેના સ્તરથી 8-10 ટકા વધુ છે. ક્રિસિલ રેટિંગ્સના એક રિપોર્ટમાં આ અનુમાન કરવામાં આવ્યું છે.

ક્રિસિલ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં સોના-ચાંદીની ઝવેરાતના વેપારીઓની આવક પણ 12-15 ટકા વધશે. સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર સ્થિર રહેવાની વચ્ચે માંગ ધીરે ધીરે વધી રહી છે.

31 માર્ચના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ જ્વેલરી રિટેલરોની આવક 20-22 ટકા વધશે. દેશના 82 જ્વેલરી રિટેલરોના બિઝનેસના વિશ્લેષણ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

યુક્રેન-રશિયા ક્રાઇસીસ છતાં સોનાની કિંમતોમાં ધારણા મુજબનો સુધારો આવ્યો નથી. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદર વધુ વધરાશે તો સોનામાં ભાવ ઘટી શકે છે. નિષ્ણાતોના મતે સોનામાં હવે તેજીની સાયકલ પૂરી થવામાં છે. ચાંદી પણ નજીવી રેન્જમાં રહેશે.

પહેલા ક્વાર્ટર બાદ બજારમાં રોનક જોવા મળશેક્રિસિલ રેટિંગ્સના સીનિયર ડાયરેક્ટર અનુજ સેઠીએ કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્વને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત વધીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી થઇ હતી. સ્થિતિ સુધરવાના આશાવાદને કારણે હાલમાં કિંમતોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં પણ આ પ્રકારનો ઉતાર-ચઢાવ જોવા મળશે તો નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સોનાના ઝવેરાતોનો વેપાર મંદ રહી શખે છે. જો કે આ બાદ લગ્નસરાની મોસમ શરૂ થવાને કારણે ફરીથી માંગ વધે તેવી સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *