ગ્રીષ્મા વેકરીયા કેસમાં મોટો વળાંક ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાની વાત ગ્રીષ્મા ના વકીલ નયન સુખડવાલા એ કરી ધારદાર દલીલ ફેનિલના વકીલે કર્યો ચોકાવનારો ખુલાસો

સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હ@ત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત ત્રીજા દિવસે ધારદાર દલીલ કરી હતી. આરોપી તરફેથી ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ વાતને સરકાર પક્ષ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર પક્ષના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો પ્રેમ હોય તો કંઈ આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં ન હોય.

ગ્રીષ્મા અને ફેનિલના ફોટો છે એવું પૂરવાર થયું નથીસરકાર પક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આજે સરકાર પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આજની દલીલમાં આરોપી પક્ષ દ્વારા કહેવાતા ફોટો રજૂ કર્યા હતા તેનું ખંડન કરતી દલીલ કરી હતી. આ ફોટાની ઓરિજિનલ છે કે કેમ એની કોઈ ગેરંટી નથી. દલીલ ખાતર એવું માની લેવામાં આવે કે બંનેના સાથે ફોટા છે તો સાથે ફોટા હોવા માત્રથી પ્રેમ છે એવું સાબિત ન થાય. આજના જમાનામાં છોકરા-છોકરીના સાથે ફોટો હોવાથી બંનેને પ્રેમ છે એવું માની ન શકાય. આ કેસમાં તો બંનેના ફોટો છે એવું પૂરવાર થયું નથી.

આરોપી તરફે જે પ્રેમ હતો એવો ડિફેન્સ લેવામાં આવે છે એ પણ માની શકાય તેમ નથી. પ્રેમની વ્યાખ્યા છું એ અંગે સરકાર પક્ષે કહ્યું કે પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય છે. કોઈની બલિ લેવાનો વિષય નથી. પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જોઈએ. ખાનદાન સાફ કરી નાખવાની ભાવના ન હોય. જેથી પ્રેમની વાતને માની શકાય તેમ નથી. રજૂ કરાયેલા ફોટાઓ સાથે ચેડાં થયેલા હોય તેવી પૂરી શક્યતાઓ છે. ફોટો હતા તો આરોપીઓ તપાસ દરમિયાન કેમ ન આપ્યા. ફોટો પાછળથી ઉભા કરી દીધા હોવાની શક્યતા છે. સરકાર પક્ષે તમામ પુરાવા થકી કેસ પૂરવાર કર્યો છે. આરોપીને દોષિત ઠેરવવો જ જોઈએ તેવી દલીલ સાથે દલીલો પૂર્ણ થઈ છે.

આરોપીએ સહાનૂભુતિ મેળવવા જાતે ઇજા કરીઆરોપીની અત્યાર સુધીની હરકત બાબતે પણ દલીલો કરવામાં આવી હતી જેમાં તે કોર્ટમાં બેભાન થઈ ગયો. જેલમાંથી ફોન કર્યો. આરોપીનું એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ રજૂ કરાયું છે. આરોપીએ સહાનૂભુતિ મેળવવા માટે ઇજા કરી હોય એવું દેખાઈ આવે છે. કેમકે બનાવ બાદ જો આરોપીએ મરવું જ હોત તો તેણે ફોન કરીને મને અહીંયાથી લઇ જાઓ એમ ન કહેતે. પોલીસ આવી તો એમ કહ્યું કે પીસીઆર મંગાવો, એટલે તે મરવા ઇચ્છતો નહતો. માત્ર દેખાડો કરતો હતો. આરોપી અગાઉ ચોરીના બનાવમા જેલમાં જઈ આવ્યો છે. આમ, જેલમા ગયા બાદ પણ તે સુધર્યો નહતો. સજા કરતી વખતે કોર્ટ જુએ છે કે પીડિતા પરિવારને ન્યાય મળે અને બીજી તરફે આરોપીને સબક. આમ, આરોપી ગંભીર માનસિકતા ધરાવતો આરોપી છે. આરોપી સામે તમામ પુરાવા છે.

માતાની જુબાની ન માનવાનું કોઈ કારણ નથીગત રોજ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે એક માતા કે જેણે નવ મહિના કૂખમાં રાખી, પ્રસુતીની અસહ્ય પીડા સહન કરી, રાત્રિના ઉજાગરા કર્યા અને જે દીકરીને જન્મ આપ્યો તેને જ નજરની સામે મોતને ભેટતા જોવી એક માતા માટે જીવનભર ન ભૂલાઇ એવી પીડા છે. માતાએ જુબાની આપી છે, તો માતાની જુબાની નહીં માનવાનું કોઈ કારણ નથી. તે મરનારની માતા છે. તે ખોટા આરોપી સામે જુબાની આપે છે એવું માની ન શકાય. માતાએ દીકરી માટે અનેક સ્વપ્ન જોયા હશે. હવે આ જ મા સામે જ્યારે કોઈ તેની હત્યા કરતો હોય ત્યારે તેની વેદના, હત્યાની વેદના પ્રસુતિની પીડા કરતા અધિક હશે. આ વેદનાથી માતાની આખી જિંદગી વેદના બની ગઈ છે.

ત્રણ દિવસમાં 12 કલાક સરકાર પક્ષની દલીલો ચાલીછેલ્લા ત્રણ દિવસથી સરકાર પક્ષની દલીલો ચાલી રહી છે. બે દિવસ પહેલા 3 કલાક, ગત રોજ 6 કલાક અને આજે 3 કલાક એમ 12 કલાક દલીલો ચાલી હતી. ત્યારબાદ સરકાર પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. હવે બચાવ પક્ષની દલીલો શરૂ થશે. અત્યાર સુધીની દલીલોમાં નજરે જોનારા આઠ સાહેદોની જુબાની પર દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્ત સાહેદની જુબાની બાબતે પણ છણાવટ કરવામાં આવી હતી. એફએસએલના પુરાવા બાબતે પણ દલીલો કરવામાં આવી હતી. જેમાં આરોપીની હાજરી સ્થળ પર હોવાનું પૂરવાર થાય છે.

ઘટના શું હતીસુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે…”ત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.

આપણને બધાને લગભગ ખબર જ હશે કે દીકરીની માતા એ પણ જુબાની આપી છે તો માતાની જુબાની ખોટી માનવાનું કોઈ કારણ જ નથી. તે દીકરીની માતા છે અને ખોટા આરોપી સામે જુબાની આપે છે એવું માની ન શકાય. માતાની દીકરી માટે અનેક સપના જોયા હોય છે અને આ જ માતા સામે જ્યારે દીકરીનો જન્મ લઈ લેવામાં આવે ત્યારે તેની વેદના પ્રસૂતિની પીડા કરતાં પણ વધારે છે. વેદનાથી માતા ની આખી જિંદગી વેદના બની ગઈ છે અને સરકાર પક્ષની બાકીની દલીલો શુક્રવારના રોજ એટલે કે આજરોજ કરવામાં આવશે ત્યાર બાદ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર દલીલો કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *