ગુજરાત માર્કેટયાર્ડમાં કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ વઘારો આજે રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા નવા કપાસની હરાજીમાં 2700નો કપાસ નો ભાવ બોલાયો

અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 13000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ ) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળુ હોવાથી જેની અસર ખેતીના પાકો પર જોવા મળી રહી છે.

મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વાવેતર કરવામાં આવેલા ખેતીપાકોને પૂરતો વરસાદ ન થતા મોટાપાયે નુકસાન પહોંચ્યું છે અને ખેતી પાકો પાણી વિના નિષ્ફળ ગયા છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બીટી કપાસ અને દિવેલાનું મોટાપાયે વાવેતર થાય છે ત્યારે ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ખેતી પાકોનું ઉત્પાદન અગાઉના વર્ષોની સરખામણીએ ઘટવાની શક્યતાઓ વર્તાઈ રહી હોય ચાલુ વર્ષે દિવેલા અને બીટી કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા ૨૦૦ જેટલો વધારો નોંધાયો છે.

પાટણ માર્કેટયાર્ડના ચેરમેન ડીજે પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતા કપાસ અને દિવેલાના માલની અછત ઊભી થવાની શક્યતાના પગલે મોટા વેપારીઓ અને ઓઇલ મિલરો દ્વારા કપાસ અને દીવેલાની ખરીદી કરીને માલનો સ્ટોક કરવામાં આવતા આ બંને પાકોના ભાવમાં આ વર્ષે ૨૦૦ રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે તેવું મનાઈ રહ્યું છે. જો કે પાટણ માર્કેટયાર્ડમાં હાલમાં કપાસની મોટા પાયે આવક આવી રહી હોય ગંજ બજારમાં કપાસના ઢગ ખડકાતા સફેદ રૂની ચાદર પથરાઈ છે આજે કપાસના ભાવ રૂ .૧૧૦૦ થી ૧૨૦૦ રહ્યા હતા જ્યારે આવક ૧૯૭૦૧ મણની થઈ હતી.

સમગ્ર રાજ્યમાં ભાવનગર જીલ્લામાં સૌથી મોટું ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ ડુંગળી ખૂબજ મોટા પ્રમાણમાં ભાવનગરઅને મહુવા યાર્ડમાં વેચાવા આવી ગઈ છે. અને હજુ નવી ડુંગળી પણ વેચાણ માટે સતત આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખૂબજ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડમાં વેચાણ માટે ખુબજ સારી થઈ રહી છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબજ સારા હતા. પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જીલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જીલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 18000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવેલ છે.

આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા. આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું, જ્યાં સુધી ડુંગળીનું ઉત્પાદન ખેતીમાંથી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવ્યું ના હતું. ત્યાં સુધી ડુંગળીના ભાવ 20 કિલોના ભાવ આસમાને પહોંચી ગયા હતા.

અને છુટક બજારમાં ડુંગળીના ભાવ કિલોના 40 રૂપિયાથી વધારે થઇ ગયા હતા, અને મણના ભાવ રૂ.600 થી 700 થઇ ગયા હતા, જેને લઈને ખેડૂતોએ આવા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીના મોંઘા બિયારણો લાવી વ્યાજે પૈસા લઇ નાના ખેડૂતોએ જોખમ કરી ડુંગળીને પકાવી તો ખરી, પરંતુ હોંશેહોંશે ડુંગળી લઇ ગામડેથી ભાવનગર યાર્ડમાં વેચવા આવી વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયો છે. અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહ્યા.

આજે ભાવનગર માર્કેટીંગયાર્ડમાં 20 કિલો ડુંગળી 60 રૂપિયાથી 150 રૂપિયામાં વેચાઇ છે. જેમાં મોટા ભાગની ડુંગળી 100 રૂપિયા નીચેના ભાવમાં વેચાઈ છે. જેને લઈને ડુંગળી પક્વનાર ખેડૂત પાયમાલ થઈ જવા પામેલ છે. અને ડુંગળીના ભાવ એટલા નીચે જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *