ગુજરાતમાં ફરી એકવાર આવી રહ્યું છે મોટું વાવાઝોડું 100થી પણ વધારે વર્ષ નો રેકોર્ડ તૂટ્યો આ તારીખથી આ વિસ્તારમાં આગામી પાંચ દિવસ વરસાદ ની આગાહી

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 બાદ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. IMD એ લોકોને એલર્ટ કર્યાં છે કે, દેશના 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. માર્ચ 1901માં સરેરાશ તાપમાન 32.5 સેલ્સિયસ હતું. પરંતુ આ વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધાયું હતું. જેમાં રાજધાની દિલ્હીમાં સરેરાશ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિર્ગીની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ એપ્રિલમાં પણ અગવર્ષા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ 9 રાજ્યોમાં હીટવેવની આગાહીઆગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હીટવેવ આવી શકે છે. રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. IMD એ 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે અને ઉનાળાના આરંભથી જ 40 ડિગ્રી જેવી ગરમી વરસવા લાગી છે. સૂર્ય રીતસરના આગના ગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ગરમી પ્રસરી ગઈ છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે.

અત્યાર સુધી એટલે કે છેલ્લા 100 થી પણ વધારે વર્ષોથી માર્ચ મહિનામાં આટલી ગરમી નો મહિનો રહ્યો નથી. આપને જણાવી દઇએ કે 2022 માં દેશનું સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયુ છે. દેશભરમાં આ વર્ષે હોળી પહેલા તાપમાનમાં વધારા સાથે ગરમીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશના તાપમાનમાં થયેલા વધારાએ છેલ્લા 121 વર્ષનો રેકોર્ડ તોડયો છે.માર્ચ મહિનાના મધ્ય ભાગથી રાજસ્થાન અને ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હલચલ મચાવી દીધી છે. દેશના માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 30 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું.

જે સામાન્ય તાપમાન કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર દેશમાં માર્ચ મહિનો 1901 માં સૌથી વધારે ગરમ મહિનો રહ્યો હતો તે દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.86 ડીગ્રી સેલ્સિયસ વધારે હતું.હવામાન વિભાગના રિપોર્ટના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ ગયા વર્ષની સરેરાશ કરતા 71 ટકા ઓછો થયો હતો.

સૂત્રો અનુસાર દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી સેલ્સિયસ છે. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતા 3.91 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું તો મધ્ય વિસ્તારમાં પણ માર્ચ મહિનામાં સામાન્ય તાપમાન કરતા 1.62 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતમાં હાલ ગરમી માં કોઈ પ્રકારની રાહત મળી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર એપ્રિલ મહિના શુષ્ક રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારોમાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *