ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટો આગાહી જાણો ચોમાસુ કેવું રહેશે આ વર્ષે ગરમી કેવી પડશે
આ વર્ષે ગરમી હવે પીછો છોડવાની હોય તેમ લાગતું નથી, એક બે દિવસના વિરામ બાદ સતત હીટવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતથી યલો અને ઓરેન્જ એલર્ટ સાથે આકરો તાપ સહન કરવો પડશે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમી વધુ કેટલાક રેકોર્ડ તોડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
આગામી પાંચ દિવસ સરેરાશ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહી શકે છેહવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે ગુરૂવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 42 ડીગ્રીને વટાવી ગયો હતો. જોકે શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમી 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા તારીખ 30 અને 31 ના રોજ વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને ગુજરાત રાજ્યમાં વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ગરમીમાં રાહત મળશે અને વાતાવરણમાં બધી બાજુ અનિયમિતતા જોવા મળશે અને રાજ્યમાં વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે જે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય છે.
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં તેને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે અને ફરી એક વખત વાદળછાયા વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણકે જો વાતાવરણમાં કંઇપણ ફેરફાર આવશે તો ખેડૂતોના પાકને મોટું નુકશાન થઇ શકે છે. વાતાવરણમાં પલટો આવતા આગામી થોડાક દિવસોમાં તાપમાન ઓછું રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આપને જણાવી દઇએ કે આગામી બેથી ત્રણ દિવસ જ વાદળછાયું વાતાવરણ રહેશે.
આગાહી ની સાથે બીજી વાત કરીએ તો આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો અલર્ટહવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન યલો એલર્ટ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર આગામી કેટલાક દિવસો સુધી રહેશે. તેમજ “આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ હીટવેવની અસર આગામી કેટલાક દિવસો દરમિયાન રહેશે.
ગરમીનું પ્રમાણ વધવાથી સાવચેતી રાખવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધ વ્યક્તિ અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને ગરમીથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે પુરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની અને ગરમીમાં બહાર જવું પડે તો માથું ઢંકાય તેનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગે શુક્રવારથી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. એટલું જ નહીં, લોકોને કાળઝાળ ગરમીમાં ઘરોમાં રહેવા સૂચના પણ આપી છે. હવામાન વિભાગના મતે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે આજે કચ્છમાં હીટવેવની આગાહી કરી હતી.
આવતીકાલે (શુક્રવાર) કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે 2 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે, 3 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ ,અમરેલી, રાજકોટ અને કચ્છમાં હીટવેવ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના આ રિપોર્ટમાં રાજ્યની અનેક યુનિવર્સિટી સહિતની સંસ્થાઓએ વર્ષ 2006-2007થી સરકાર સમક્ષ હિસાબો રજૂ કર્યા નથી. આ સંસ્થાઓ સરકાર પાસેથી ગ્રાન્ટ લે છે પણ હિસાબો રજૂ કરતી નથી. જેમાં અમદાવાદની સાયન્સ સિટી, એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB), સેપ્ટ સહિતની સંસ્થાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો. એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે ગરમીનો પારો 41થી 42 ડીગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી બપોરના સમયે નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અમદાવાદ મહાનગરપાલિકાએ અપીલ કરી છે.
2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ રહેશેશુક્રવારથી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ચાર દિવસમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેંદ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. અમદાવાદમાં પણ સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગરપાલિકાએ આગામી 5 દિવસ યેલો એલર્ટ જાહેર કર્યું છે. 2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.