હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો આગાહી આગામી 2 થી 3 દિવસ આ વિસ્તારમાં થશે કમોસમી વરસાદ ની આગાહી ખેડૂતો ખાસ જાણી લે…

ગુજરાતમાં આજે અને કાલે કાળઝાળ ગરમી પડશે. બે દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશેગુજરાતના આ શહેરોમાં છે ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 45 ને પાર પહોંચી જશેએપ્રિલ મહિનામાં પડી રહેલી કાળઝાળ ગરમી ગુજરાતમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. 10 વર્ષ બાદ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર નોધાયું હતું. તો આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે.

વર્ષ-2012થી લઈને 2021 સુધી એપ્રિલ માસમાં અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીએ ગરમી પહોચી નહોતી. પરંતુ આ વખતે 44 ડિગ્રીને પાર થઈ છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ 1958ની 27મી એપ્રિલે રચાયો હતો..તે દિવસે 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાતમાં આજે અને કાલે કાળઝાળ ગરમી પડશે. બે દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ અલર્ટ અપાયુ છે. તો મોરબી, જૂનાગઢ અને કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આવતીકાલે રવિવારે અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અલર્ટ છે. તો પાટણ, ગાંધીનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આવતીકાલે છે. સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

ગરમી વધતા હીટસ્ટ્રોકના કેસ વધ્યા અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું હોવા છતાં મનપાએ જુદા જુદા જુદા સ્થળોએ પાણી મુકવા કે ORS પેકેટ્સની વ્યવસ્થા નથી કરી. કોરોના પહેલા દર વખતે મનપા ઉનાળામાં કોઈને તકલીફ ન થાય તે માટે ORS, પાણી વગેરે જેવી વ્યવસ્થા કરતી હતી. હવે ઉનાળો પૂરો થવામાં બે મહીના જ બાકી છે, ત્યારે મનપા હજી તો એક્શન પ્લાન ઘડી રહી છે તેની સામે શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા હિટ સ્ટ્રોક અને રોટા વાયરસ જેવા કેસ વધ્યા છે.

ગરમીમાં પોતાની જાતની કેવી રીતે સંભાળ રાખવી તે વિશે ડો. સુભાષ અગ્રાવતે જણાવ્યું કે, હાલ ક્લિનિકમાં દૈનિક 10 થી 15 કેસ હિટસ્ટ્રોક અને રોટા વાયરસના આવી રહ્યા છે. આ ઉપરથી અંદાજ લગાવી શકાય કે અમદાવાદમાં આવા 10 થી 15 હજાર કેસ હશે. હિટ સ્ટ્રોક અને રોટા વાયરસથી લોકોને ઝાડા ઉલ્ટી અને હળવા તાવની સમસ્યા જોવા મળી રહી છે. રોટા વાયરસ ચેપી બીમારી છે, હાઈજેનીક ઉપર ધ્યાન ન આપવામાં આવે તો બીમારી બીજાને થઇ શકે છે. એવામાં લિક્વીડ લેવું હિતાવહ છે. ઉલ્ટી થાય તો પણ લિક્વીડ લેવું જરૂરી છે.

ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને ઔપાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી જેટલુ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. વર્ષ-2012થી લઈને 2021 સુધી એપ્રિલ માસમાં અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીએ ગરમી પહોચી નહોતી, પરંતુ આ વખતે 44 ડિગ્રીને પાર થઈ છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ-1958ની 27મી એપ્રિલે રચાયો હતો, આ દિવસે 46.2 ડિગ્રી ગરમી પડી હતી.

દિલ્હી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. રાજસ્થાનમાં હટવેવનો પ્રકોપ ચાલુ રહેતા ઝાલોર 45.2 ડિગ્રી સેલ્શિયસ તાપમાનનાં શેકાયું હતું. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે કેટલાક વિસ્તારોમાં 41થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાડમેરમાં વધુમાં વધુ 44.9 અને જેસલમેરમાં 44.8 ડિગ્રી ગરમી પડી હતી. શ્રીગંગાનગરમાં 44.3 તેમજ ચુરૂમાં 43.2 ડિગ્રીએ પારો રહ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *