સોના-ચાંદી ના ભાવમાં ઉથલપાથલ આટલો વધારો સોના ભાવ રેકોર્ડ કિંમત તરફ વધ્યું ગોલ્ડ જાણો કેમ અને શું છે લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં સોમવાર એટલે કે આજે ફરી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સવારે 91 રૂપિયા વધારા સાથે આજે 52162.00 રૂપિયા પર કરોબાર કરી રહ્યું છે. ત્યારે ચાંદી પણ 158.00 રૂપિયાની તેજી સાથે 67150.00 પર ટ્રેડ કરી રહી છે.
બુલિયન માર્કેટમાં ઉછાળોબુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અહીં 22 કેરેટ ગોલ્ડના ભાવ 48941 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ પણ ઉછાળા સાથે 53390 રૂપિયા પર ખુલ્યો છે. આ ઉપરંત 20 કેરેટ ગોલ્ડની સરેરાશ કિંમત 44492 રૂપિયા અને 18 કેટેરનો ભાવ 40443 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે 16 કેરેટ ગોલ્ડનો ભાવ 35593 રૂપિયા રહ્યો.
સોનાની આયાત વધીવધતી મોંઘવારી વચ્ચે પણ દેશમાં સોના પ્રત્યે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. દેશને સોનાની આયાત 2021-22 ના પહેલા 11 મહિનામાં 73 ટકા વધારી 45.1 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. વધતી મોંઘવારી વચ્ચે સોનાની આયાતમાં તેજી આવી છે. ગત વર્ષે આ સમયગાળામાં સોનાની આયાતનો આંકડો 26.11 અબજ ડોલર રહ્યો હતો.
દેશમાં લગ્નની સીઝન શરુ થવા પર છે. આ પહેલા મલ્ટી કમોડીટી એકસચેંજ પર સોનાની કિંમત 52099 રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. સ્પોટ ગોલ્ડ પણ 0.77 ટકાની ઝડપ સાથે 1945 ડોલર પર છે. એમસીએક્સ પર ગયા અઠવાડિયે સોનાની કિંમતોમાં લગભગ 0.90 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
કમોડીટી બજારનાં વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકી ફેડર રીઝર્વ તરફથી વ્યાજ દરો વધવાના અનુમાનોથી હાલનાં અઠવાડિયાઓમાં સોનું કન્સોલિડેશન ઝોનમાં પહોંચી ગયું છે. જોકે રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે સોનાની કિંમતોને સમર્થન મળી રહ્યું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે લગ્નની સીઝનની શરૂઆત થવાની સાથે કીમતી ધાતુની પણ માંગણી વધશે, જેથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. નજીકના ભવિષ્યમાં એમસીએક્સ પર સોનાનો ભાવ 53,500 મધ્યમ ગાળામાં આ ભાવ 56,000 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે.
અમેરિકાની અર્થવ્યવસ્થા પર રહેશે નજર રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એંડ કરન્સી રિસર્ચ) સુગંધા સચદેવા કહે છે કે સોનામાં રોકાણ કરનારાઓની નજર યુએસ અર્થતંત્ર પર છે. ફેડરલ રીઝર્વની માર્ચમાં થયેલી બેઠકથી જાણ થઈ છે કે આવતા મહિનાઓમાં વ્યાજ દરમાં તેઓ અડધા અંકનો વધારો કરી શકે છે. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં વધતી મોંઘવારી છે. જો કે, નાણાકીય નીતિમાં તીવ્ર કડકતા યુએસ અર્થતંત્રને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. આ સાથે, તે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
તણાવ વધવાથી સોનાને મળશે સમર્થન સચદેવા કહે છે કે ભૌગોલિક રાજકીય તણાવ વધવાની સંભાવના છે. અમેરિકા અને યુરોપ રશિયા સામે નવા પ્રતિબંધો લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેનાથી તણાવ વધુ વધી શકે છે. આ ઘટનાક્રમોને કારણે સોનામાં સુરક્ષિત રોકાણ તરીકે રોકાણ વધી શકે છે. તેની અસર કિંમતો પર પણ પડશે, જેના કારણે સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે યુએસ રિટેલ વેચાણ અને મોંઘવારીનાં ડેટા સોના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સિવાય ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો ફેલાવો અને શાંઘાઈમાં લગાવવામાં આવેલ લોકડાઉન વૈશ્વિક અર્થતંત્ર માટે સારા સમાચાર હોઈ શકે નહીં કારણ કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો કે ભારતમાં લગ્નની સિઝન શરૂ થતાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે.
આ રીતે ચેક કરો સોનાનો ભાવદેશમાં સોનાના દાગીનાની કિંમત અલગ અલગ હોય છે. કેમ કે, તેમાં ઉત્પાદન શુલ્ક, રાજ્યોનો ટેક્સ અને મેકિંગ ચાર્જનો ભાગ પણ હોય છે. તમે તમારા શહેરમાં સોનાની કિંમત ચેક કરવા માટે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની મદદથી જાણી શકો છો. તેના માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર પર સોનાના લેટેસ્ટ ભાવનો મેસેજ આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો