સુરતમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી યુવતીએ હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપો જોવો વીડિયો

નવજાતને ત્યજી દેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ એવા કિસ્સા હોય છે, જેમને પ્રેમસંબંધો બાદ ગર્ભ રહી જતો હોય છે. પરંતુ સુરતનો એક કિસ્સો ચોંકાવનારો છે. સુરતની નર્સિંગ હોસ્ટેલની એક વિદ્યાર્થીનીને પ્રેમ સંબંધ બાદ ગર્ભ રહી ગયો હતો. તેણે હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપીને તેને ત્યાં જ ત્યજી દીધુ હતું. બાથરૂમમાં મૃત નવજાત મળી આવતા ઉહાપોહ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સગરામપુરાની જૂની મહાવીર નર્સિંગ હોસ્પિટલના હોસ્ટેલના બાથરૂમમાં મોડી રાત્રે એક વિદ્યાર્થીનીને કાળ કલરની પ્લાસ્ટિકની થેલીમાં એક બાળક મળ્યુ હતું. વિદ્યાર્થીની આ જોઈ ચોંકી ગઈ હતી. તેણે તાત્કાલિક હોસ્ટેલના આચાર્યાને જાણ કરી હતી.

તપાસ કરતા જાણવા મળ્યુ કે, નવજાત બાળક મૃત હતુ. વોર્ડને તપાસ કરતા જાણવા મળ્યુ કે, હોસ્ટેલની વિદ્યાર્થીની એક યુવકના પ્રેમમા હતી. જેના થકી તેને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. તેણે એબોર્શન માટે દવાઓ પણ લીધી હતી. છતા તેને ગર્ભ રહી ગયો હતો. 8 મા માસે વિદ્યાર્થીનીને દુખાવો ઉપડ્યો હતો. જેથી તેણે હોસ્ટેલના બાથરૂમમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો.

સમગ્ર ભાંડો ફૂટતા હોસ્ટેલમાં ઉહાપોહ મચી ગયો હતો. પોતાનુ પાપ છુપાવવા 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આવુ કૃત્ય કર્યુ હતું. પ્રિન્સીપાલે પોલીસ ફરિયાદ આપતા 21 વર્ષની વિદ્યાર્થિની સામે ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, જુની મહાવીર હોસ્પિટલમાં સાતમાં અને આઠમાં માળે નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ કાર્યરત છે. જેમાં નર્સિંગ ભણતી વિદ્યાર્થીનીઓ રહે છે.

સુરત ના ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધો-12ની સગીર વિદ્યાર્થીની ને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે તેની મરજી વિરુદ્ધ ચારેક વખત શારીરીક સંબંધો બાંધ્યા હતા. તે દરમ્યાન વિદ્યાર્થિનીને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને વિદ્યાર્થીનીએ હાલમાં ચાલતી ધો-12ના બોર્ડની પરીક્ષાના બે પેપર પણ આપ્યા ન હતા. આખરે બનાવ અંગે ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પ્રેમીને અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહારાણા પ્રતાપ ચાર રસ્તા રૂષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરૂધ્ધ યાદવએ નજીકમાં રહેતા ધો-12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી ત્યારબાદ બંને જણા એકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી નવેમ્બર 2021 થી 30 માર્ચ 2022 દરમ્યાન અલગ અલગ જગ્યાએ મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા.

હાલમાં ધો-12ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા 30મીના રોજ ઉલ્ટીઓ થવા લાગી હતી. તેના માતા પિતા તેને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા ત્યાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનુ બહાર આવતા સગીરા સહિત પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી. ગર્ભવતી બનતા સગીરા એકદમ નરવસ થઈ ટેન્શનમાં આવી ગઈ હતી અને ટેન્સનમાં તેણીએ બોર્ડની બે પરીક્ષા પણ આપી ન હતી.

પરિવારજનો દ્રારા ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા ત્યાં પણ તે ગર્ભવતી હોવાનુ બહાર આવતા આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સગીરાને તેના માતા પિતાએ પુછપરછ કર્યા બાદ ગતરોજ શક્તિ યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી શકિત યાદવને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *