સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવક અને તેના મિત્રએ બાંધ્યા શારીરિક સંબંધ પછી વીડિયો ઉતારીને સાત વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા 60 લાખના દાગીના પડાવ્યા જાણો

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે વારંવાર દુ@ષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2016થી યુવતી સાથે પ્રેમમાં હોવાનું કહીને કાર લેવાના નામે 60 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતાં. યુવતી અને આરોપી યુવકને સાથે જોઈ ગયેલા મિત્રએ પણ યુવતી પર આચર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવીપુણા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર બેંગ્લોર ખાતે રહેતા રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ અને પુણાગામ રેશ્મા રો હાઉસ ખાતે રહેતા લચ્છારામ લક્ષ્મણ ચૌધરી સાથે હિનાબેન(નામ બદલેલ છે)દુ@ષ્કર્મની ફરિયાદ આપી છે. જેમાં રાજ પટેલે હિના સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ હોટલ અને ફાર્મ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુ@ષ્કર્મ આચર્યું હતું.

મકાન-કારના નામે દાગીના પડાવ્યાહિના પાસેથી મકાન અને કાર ખરીદવા માટે રૂપિયા 60 લાખ પડાવ્યાં હતાં. હિના રાજ સાથે પ્રેમ કરતી હોય તેણે તેના માતા પિતાને જાણ કર્યા વગર સોના ચાંદીના દાગીના ઘરેથી લઈ આવી રાજને આપી દીધા હતાં. આ ઉપરાંત લચ્છારામ ઉર્ફે લક્ષ્મણ ચૌધરીએ હિના અને રાજને જોઈ લેતા લચ્છારામ હિનાને આ અંગે તેના માતા પિતાને જાણ કરી દેવાની ધમકી આપી તેણી સાથે બદકામ કર્યું હતું.

દાગીના લઈને તરછોડીરૂપિયા-દાગીના સહિતનો મુદ્દામાલ મળી જતાં રાજે પોતાને અસલી રંગ બતાવ્યો હબતો. 60 લાખના સોના ચાંદીના દાગીના મેળવી લઈને રાજે દગો આપી દીધો હતો. હિનાએ રાજ અને લચ્છારામ સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવતીને સ્કૂલમાં સાથે ભણતા યુવકે ­પ્રેમજાળમાં ફસાવી હતી. જાકે ત્યારબાદ યુવક બેંગ્લોરમાં તેના માતા-પિતા સાથે રહેવા માટે જતો રહ્ના હતો.પરંતુ છેલ્લા સાત વર્ષથી અવારનવાર યુવતીને મળવા માટે સુરત આવી તેણીને અલગ અલગ હોટલો અને ફાર્મ હાઉસમાં લઇ જઇ તેણીની સાથે શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

આ સિવાય છેલ્લા ત્રણ મહિનામાં યુવકે યુવતીને વાતોમાં ભોળવી લગ્ન કરવાની લાલચ આપી પોતાને મકાન અને કાર લેવી છે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. યુવતીઍ તેની વાતોમાં આવી ઘરમાં રહેલા રૂપિયા 60 લાખના દાગીના પણ યુવકને આપી દીધા હતા. આ દરમિયાન યુવતીના ઘર પાસે રહેતા યુવકે તેણીના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી તેણે પણ ગુજાર્યો હતો.

બનાવની વિગત ઍવી છે કે પુણા વિસ્તારમાં આવેલ રેશ્મા રો હાઉસમાં રહેતી યુવતીના પિતા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. યુવતી શાળામાં અભયસ કરતી હતી ત્યારે રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ તેની સાથે જ અભ્યાસ કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે 2016 પહેલા મિત્રતા થઇ હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ ઉર્ફે વિકાસ બેંગ્લોર જતો રહ્ના હતો. બેંગ્લોરમાં રાજના પિતાનો ઘડિયાળનો મોટો વ્યવસાય હોવાનું જાણવા મળ્યું છે.

યુવતી જે સોસાયટીમાં રહે છે તે જ સોસાયટીમાં રાજના મામા પણ રહે છે.જેથી બાદમાં અવારનવાર રાજ મામાના ઘરે સુરત આવતો હતો. આ દરમિયાન યુવતીને ­પ્રેમસંબંધમાં તેણીની સાથે લગ્ન કરવાના વાયદાઓ આપી અવારનવાર અલગ અલગ ફાર્મ હાઉસ અને હોટલોમાં લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધી શોષણ કર્યું હતું. બાદમાં ત્રણ મહિના પહેલા પણ રાજે તેણીને પોતાની પાસે મકાન અને કાર નથી.

જેથી યુવતીને મકાન અને ગાડી લેવા માટે પૈસાની માંગણી કરી હતી. ­પ્રેમમાં અંધ બનેલી યુવતીઍ તેના માતા-પિતાની જાણ બહાર ઘરમાં કબાટમાં મુકેલા રૂપિયા 60 લાખની કિંમતના 1347 ગ્રામ સોનાના દાગીના છેલ્લા ત્રણ મહિનામાં ઘરમાંથી ટુકડે ટુકડે કાઢી લઇ રાજને આપી દીધા હતા.

જાકે ત્યારબાદ પણ રાજે તેની સાથે લગ્ન ન કરી વધુ પૈસાની માંગણી કરતો હતો. જેથી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતા તેણીઍ આ મામલે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *