તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચે થયો મોટો ઝઘડો હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ જોવા મળે જેઠાલાલના બબીતાજી

હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકો માટે સૌથી લોકપ્રિય શો થઈ ગયો છે. આ શોમાં સૌથી વધારે કોમેડી જેઠાલાલ,બબીતા અને અય્યરની લોકોને ગમે છે. શો માં જેઠાલાલા બબીતા જી સાથે મળવાના બહાના શોધતા રહે છે. ત્યારે આગામી એપીસોડમાં જેઠાલાલ અને બબીતા વચ્ચે ઝઘડો જોવા મળશે.ટીવી પ્રખ્યાત સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 12 વર્ષથી લોકોનો મનપસંદ રહી સીરીયલ રહેલી છે.

જેમાં દરેક પાત્રથી અલગથી જોડાણ રહેલ છે. દયાબેન એટલે દિશા વાકાણીની અત્યાર સુધી શોમાં વાપસી ન થવાથી ઉદાચ ચાહકો માટે વધુ એક ઝટકો છે. સમાચાર છે કે, બબીતા જીનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તએ પણ શો છોડી દીધો છે. બબીતા જી અને જેઠાલાલ એટલે દિલીપ જોશીની રમૂજી વાતચીત ચાહકોને ખૂબ પસંદ આવે છે.

અય્યરને તેના ઓફિસ માટે ટેબ્લેટ જોતા હોય છે. જેથી તે બબીતા જી સાથે જેઠાલાલના ઘરે પહોંચે છે અને તમામ માહિતી ડેઠાલાલને બતાવે છે. જેઠાલાલ પહેલા તો બબીતાજીને જોઈને ઉત્સાહમાં આવી જાય છે અને ટેબ્લેટ આપવાની હા પાડી દે છે. જો કે, જયાથી તે પોતાની દુકાનનો માલ ખરીદે છે ત્યા તેને પહેલાના પૈસા બાકી હોવાથી માલ આપવાની ના પાડી દેવામાં આવે છે.

જેથી જેઠાલાલા ગુસ્સે ભરાય છે. જેઠાલાલ કોઇ કારણસર સમય પર ટેબલેટ લાવી શકતા નથી જેના કારણે બબિતા જેઠા પર ગુસ્સે થઇ જાય છે અને જેઠાલાલને ઘરેથી કાઢી મુકે છે. બબિતા માટે ટેબ્લેટનું સમય પર મળવું જરૂરી હતું. બબિતા અને ઐયરે જેઠાલાલને ખરીખોટી સંભળાવી દીધી હતી.

જેઠાલાલને પોતાની ભૂલ માટે બબીતાને સોરી બોલવા માટે એક ફુલોનું બુકે પણ લઈને જાય છે. પરતું રોષે ભરાયેલ બબીતા આ બુકે કચરામાં નાખી દે છે. હવે બબિતા અને જેઠા વચ્ચેનો આ ઝઘડો ક્યારે સોલ્વ થશે. ઐયર અને બબિતાના સંબંધો ફરી જેઠા સાથે સરખા થશે કે નહી તે જોવુ રહ્યું.

છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ વખતે એવું કંઇક થવા જઇ રહ્યું છે કે તેને જોઇને તમેન હસી હસીને લોટપોટ થઇ જશો. શોમાં જેઠાલાલ અને બબિતાનો એન્ગલ તમને દરેકને ગમતો જ હશે તેમાં આ વખતે જેઠાલાલ બબિતાજીને કહી દે છે આઇ લવ યું. આટલુ કહેતાની સાથે બાપૂજી સાંભળી જાય છે અને પછી જે ધમાલ થાય છે

જોઇને તમને મજા આવી જશે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના છેલ્લા કેટલાક એપિસોડમાં મુનમુન દત્તા જોવા ન મળતા અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, બબીતા જીએ શોને અલવિદા કહી દીધું છે. વાસ્તવમાં, તેના પાછળ એક કારણ તેમનું વિવાદોમાં રહેવું પણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં પોતાના એક વીડિયોના કારણે મુન દત્ત વિવાદોમાં આવી ગઈ હતી. તેમ છતાં બાદમાં તેના માટે માફી માંગી લીધી હતી પરંતુ ઘણા એપિસોડથી ગુમ રહી હતી.

મુનમુન દત્તાને લઈને આવી રીતની અફવાઓ સામે આવવા પર શો મેકર્સે તેનો ખુલાસો કરતા આ અફવાઓને નકારી દીધી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રોડક્શન હાઉસ અને નીલા ફિલ્મ પ્રોડક્શન પ્રાઈવેટ લીમીટેડના માલિક અસિત કુમારે એક ખાનગી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું છે કે, ‘મુનમુન દત્ત બબીતા જીના રોલમાં શુટિંગ ચાલુ રાખશે. શો છોડવાની અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *