આજેદ્વારકાધીશ એ ફરી એક વાર આપ્યો પરચો દ્વારકા માં ફરી એક વાર થયો ચમત્કાર વિડિઓ થયો વાયરલ

ગુજરાતના ધાર્મિક શહેર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર ઉપર વીજળી પડી છે. ભારે વરસાદ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં અચાનક વીજળી પડવાથી ત્યાં હાજર લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે, કોઈપણ રીતે કોઈને નુકસાન થયું નથી. મંદિરને પણ કોઈ નુકસાન થયું નથી. ખાલી મંદિરના ધ્વજને જ નુકસાન થયું છે.ગુજરાત ભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ દરમિયાન એવો નજારો જોવા મળ્યો

વીજળી પડવાના કારણે મંદિરનો ધ્વજ ફાટ્યો છે. દ્વારકામાં બપોર પછીથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાના કારણે આસપાસના લોકો હજી પણ ભયભીત છે. બપોરે લગભગ 2 વાગ્યે વીજળી પડી હતી.ભક્તોની આંખો પણ અંજાઈ ગઈ.

બન્યું એનું કે, દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી હતી.. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. ભગવાન દ્વારકાધિશે કુદરતી પ્રકોપને પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.દ્વારકાના જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ભટારિયાએ જણાવ્યું છે કે બે થી અઢી વાગ્યા દરમ્યાન ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન વરસાદ સાથે વીજળી પડી છે.

દ્વારકાધીશ મંદિરના ધ્વજવંદૂ પર વીજળી પડી હતી, જેના કારણે ધ્વજને નુકસાનથયુંહતુંતેમજધ્વજફાટ્યોહતો.જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે મંદિરના વહીવટની પૂછપરછ કરી: ગૃહમંત્રી અમિત શાહે પણ દ્વારકાધીશ મંદિર પર પડી રહેલી વીજળી અંગે મંદિર પ્રશાસન સાથે વાત કરી હતી. ગૃહમંત્રીએ મંદિરને થયેલા નુકસાન વિશે પણ પૂછપરછ કરી છે. જોકે, ધ્વજ અનેધ્વજસિવાયમંદિરનેકોઈનુકસાનથયુંનથી.દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે.

કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છેલોકોએ અકસ્માત ટાળવા માટે દ્વારકાધીશની કૃપા કહી હતી: દ્વારકા મંદિરમાં વીજળી પડી હતી, પરંતુ કોઈ નુકસાન થયું નથી. પ્રત્યક્ષદર્શી કહે છે કે આ દ્વારકાધીશની કૃપા છે, તો જ વીજળી પડવાથી મંદિરને નુકસાન થયું ન હતું.

મંદિરમાં વીજળી પડવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. પરંતુ જ્યારે વીજળી પડવાની થઈ.. ત્યારે પોતાના ભક્તોને બચાવવા ખુદ ભગવાને પોતાના પર વિજળીને પડવા દીધી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

સમુદ્રમાં મજબૂત મોજા: ભારે વરસાદને કારણે દ્વારકા નજીકના દરિયામાં પણ તીવ્ર મોજા જોવા મળી રહ્યા છે. સમુદ્રમાં મજબૂત તરંગો વધી રહી છે. ત્યાંની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ચેતવણી જારી કરી છે. લોકોને અત્યારે બીચથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

મંદિરને કોઈ નુકસાની નહીંદ્વારકાના એસડીએમ ભેટારિયાના જણાવ્યા પ્રમાણે, બપોરના સમયે દ્વારકાધીશ મંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે, જગતમંદિરને કોઈ નુકસાની થઈ નથી.મહત્વનું છે કે, દ્વારકાના ભાટિયા ગોકલપર ગામોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં દે ધના ધન કરતા ચારે તરફ પાણી પાણી થયા છે.માછીમારોએ દરિયામાં સાહસ ન કરવાની સલાહ આપી હતી: આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયા માટે ત્રીજો સંકેત આપ્યો છે. માછીમારોને આગલા 3 દિવસ સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

મિત્રો દ્વારકા માં આજે પણ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ નો સાચ જોવા મળે છે. દ્વારકાધીશ આજે પણ દ્વારકા ની રક્ષા કરે છે.આજે ફરી એક વાર દ્વારકાધીશ એ પરચો આપીને લોકોની રક્ષા કરી છે.દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં. ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *