24 કલાક માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી,ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 56 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તારીખ 16 જુલાઇ 2022ના રોજ સવારે 6:00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં 140 mm અને કપરાડા ખાતે 127 mm મળી કુલ 2 તાલુકાઓમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 101.79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 71.88 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 56.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.91 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વિધિવાદ રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, તેમજ ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓની અંદર ઘણી બધી જગ્યાઓ પર ભારે આફતો આવી પડી છે. હજુ પણ આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે વરસાદની મોટી સંભાવના રહેલી છે.

દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છની અંદર તેમજ ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો માટે પણ મોટી મુશ્કેલીના આફતના વાદળો જોવા મળી રહ્યા છે, ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન ખોવાઈ ગયું છે, અને આવનારા દિવસોમાં ભારે વરસાદની ખૂબ જ મોટી સંભાવના સેવાઈ રહી છે,

આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો ની અંદર ખૂબ જ મોટું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સાથે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્યની અંદર આઠ જિલ્લા ની અંદર મોટું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સૌરાષ્ટ્ર જુનાગઢ ગીર સોમનાથ તેમજ ભાવનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો,

સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની મોટી સંભાવના સેવાઈ રહી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદી ઝાપટાઓ જોવા મળશે, મધ્ય ગુજરાતની અંદર આવનારા બે દિવસ પછી ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. તેમજ કચ્છ જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદ ને કારણે ધમરોલી નાખ્યા છે.

તેમજ આવનારા દિવસોમાં કચ્છના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેવી રીતે દરેક જિલ્લાની અંદર ઘણી જગ્યા ઉપર સારો અને ઘણી જગ્યા ઉપર ઓછો વરસાદ નોંધાઈ ગયો છે. દરેક જિલ્લાની અંદર ભારે વરસાદના પાણી ભરાવાને કારણે શહેરીજનો પણ પોતાના કામ ધંધે જવાનો ટાળી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર સારામાં સારો વરસાદ પડતા પાણી ભરાવાને કારણે બાળકોને શાળા જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે વીજળીના થાંભલાઓ પડી જવાને કારણે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. 5467 ગામની અંદર વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેને કારણે 126 મકાનો તેમજ 19 ઝૂંપડયો ધરાશાય થઇ હતી. આવનારા દિવસોમાં હજુ પણ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે.

અને દરેક જિલ્લાઓમાં સરકારે પહેલેથી જ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને અત્યારે સારામાં સારો વરસાદ પડવાને કારણે નવસારી, ડાંગ, કચ્છ, જિલ્લાની અંદર નેશનલ હાઇવે બંધ કરી દેવાની પણ ફરજ પડી છે. ઘણી જગ્યા ઉપર પાણી ભરાઈ રહી છે, તેણે કારણે લોકોને અવાર-જવાર પણ બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો ની અંદર ભારે થી અતિ ભારે વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે. તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમાં દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના સિવાય રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો,

ભાવનગર, સુરત, ગીર, સોમનાથ, જુનાગઢ ની અંદર ભારે વરસાદની સંભાવના સિવાય રહી છે. આ સાથે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, છોટે ઉદેપુર, ભરૂચ, નવસારી અને નર્મદા જેવા જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના સિવાય રહી છે. ઘણી જગ્યા ઉપર રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યું હતું. અમદાવાદ જિલ્લાની અંદર રસ્તા ઉપર ભારે વરસાદના કારણે પાણી જોવા મળ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *