28જુલાઈથી 30જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના આટલા જિલ્લામાં થશે મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે બોલાવી ધડબડાટી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ થોડોક ધીમો પડ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે. આજે રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદ મન મૂકીને ખાબકશે.’

આજે એટલે કે 26 જુલાઈએ દેશમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો નોંધાઈ છે. આજે કારગીલ વિજય દિવસ છે. આ દિવસે 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધમાં ભારતે જીત મેળવી હતી. આ યુદ્ધ 3 મે 1999ની ઘૂસણખોરીથી લઈને 26 જુલાઈ 1999ના રોજ ભારતની જીત સુધી લગભગ 84 દિવસ ચાલ્યું હતું. કારગીલમાંથી પાકિસ્તાની સેના અને ઘૂસણખોરોને ભગાડતા ભારતીય સેનાએ જીત મેળવી હતી. આને ઓપરેશન વિજય કહેવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા.

તે જ સમયે, 2005 માં, આજે મુંબઈમાં રેકોર્ડબ્રેક વરસાદ ઇતિહાસમાં નોંધાયો હતો. માત્ર 24 કલાકમાં 994 મીમી વરસાદના કારણે મુંબઈની હાલત દયનીય બની ગઈ હતી. સામાન્ય રીતે આખા ચોમાસામાં ચાર મહિનામાં જેટલો વરસાદ પડે છે. માત્ર 24 કલાકમાં વધુ વરસાદ પડ્યો હતો. સમગ્ર પ્રદેશમાં અચાનક આવેલા પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કુલ 1000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

26 જુલાઈનો દિવસ ભારતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે લખાય છે. આ ખાસ દિવસે, ભારતીય સેનાએ 26 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારથી, ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ અને હિંમતને યાદ કરવા માટે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે આ જ દિવસે 2005માં મુંબઈમાં રેકોર્ડબ્રેક વરસાદ ઈતિહાસમાં નોંધાયો હતો. માત્ર 24 કલાકમાં 994 મીમી વરસાદના કારણે મુંબઈની હાલત દયનીય બની ગઈ હતી. સામાન્ય રીતે આખા ચોમાસામાં ચાર મહિનામાં જેટલો વરસાદ પડે છે. માત્ર 24 કલાકમાં વધુ વરસાદ પડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં અચાનક આવેલા પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા. આજના ઇતિહાસ વિશે વિગતવાર જાણો.

છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવીનોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ, કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, તારાપુરમાં 1.75 ઈંચ, કલોલમાં 1.5 ઈંચ, અમરેલીમાં 1.5 ઈંચ, હિંમતનગરમાં 1.5 ઈંચ, અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ, ભિલોડામાં 1.5 ઈંચ, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ, દિયોદરમાં 1.5 ઈંચ અને માણસામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો.

દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવમહત્વનું છે કે, બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા.

સાબરકાંઠાના ઈડરમાં ખાબક્યો ચાર ઇંચ વરસાદબીજી બાજુ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો. અન્ય તમામ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારેઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ છે. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. વરસાદના પગલે બે વર્ષથી ખાલી રહેલા જળાશયો પણ ભરાઇ જશે. જેના કારણે જળાશયોમાં પાણીની આવકથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *