72કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ચારેય બાજુ જળબંબાકાર અહીં 6 ઇંચ ખાબક્યો ફરી મેઘાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શનિવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અમરેલી અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અમદાવાદમાં માત્ર 45 મિનિટમાં પડેલા વરસાદના કારણે લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા છે.

અમદાવાદમાં સમી સાંજે બોપલ, સોલા, પ્રહલાદનગર, સાયન્સ સિટી, ગોતા, થલતેજ, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે એટલું જ નહીં, હાટકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બીજી બાજુ હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ સમીસાંજે પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અમરેલી અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. હાટકેશ્વરથી સીટીએમ રોડ પર પાણી ભરાયા છે. પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખોખરામાં પણ પાણી ભરાયા છે. કેનાલ નજીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની માહિતી સાંપડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મેઘરાજાએ હવે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. ગઇકાલે મોદી રાત્રે શરૂ થયેલો વરસાદ અત્યારે હાલ પણ ધીમી ધારે ચાલુ છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખેડૂતોના ચહેરા પર અનેરો રોનક જોવા મળી હતી. આ તરફ મહેસાણામાં પણ ભારેવરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. તો પાટણ જિલ્લામાં પણ સારો વરસાદ આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં 6 ઈંચ જેટલો પડ્યો છે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં ગઇકાલથી જ વરસાદે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે.

મહેસાણામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન મહેસાણા જિલ્લામાં ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ હજી પણ રોકવાનું નામ નથી લઈ રહ્યો. મહેસાણામાં વરસાદ સારો એવો વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. શહેરના નાગલપુર અને મોઢેરા ચોકડી બસ પોર્ટમાં પાણી ભરાઇ જતા મહેસાણા-અમદાવાદ હાઈ-વે ઉપર પાણી ભરાઇ ગયા. જેના લીધે વાહનવ્યવહારને પણ અસર થઇ છે. આ સાથે મહેસાણાના ગોપીનાળામાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.

પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં પાટણ જિલ્લામાં પણ ગઇકાલે રાત્રે 9 વાગ્યા આસપાસથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો. આ સાથે અત્યારે હાલ પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જોકે ગઇકાલ રાતથી લઈ અત્યાર સુધી જિલ્લાનો સૌથી વધુ વરસાદ રાધનપુરમાં 6 ઇંચથી વધુ નોંધાયો છે. આ સાથે પાટણ શહેર અને હારીજમાં 3-3 ઇંચ તો સિધ્ધપુરમાં 3.5 ઇંચ અને સાંતલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયાહવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની ઊભી થઈ છે. આ તરફ રસ્તા ઉપર પાણી ભરાતા વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. વિગતો મુજબ જિલ્લાના ડીસા, ભાભર, સુઈગામમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. તો વળી ભાભર સુઇગામમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે શું કરી આગાહી હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભર અને સુઇ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડીસામાં પણ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. મોડી રાતથી જ અહીંયા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અહીં પાણી ભરાઇ ગયા છે. જાહેર રોડ-રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *