આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થી સોમવારેના દિવસે આ કામ કરવા થી ભગવાન શિવનેના આશીવાદ મળે તમને આ નિયમો વિષે નહિ ખબર હોય, જાણો આ ખાસ નિયમો

આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. પવિત્ર શ્રાવણ મહિલાની શરૂઆત થતા શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠ્યો છે.અનેક મહાલયોમાં શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ બિલેશ્વર મહાદેવના મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના ગાઈડલાઈન સાથે મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે છુટ મળી છે જેમાં કોવિટ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતઆ વખતે તા.૯ ઓગષ્ટથી શ્રાવણ મહિના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જે ૬ સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થશે. મહત્વનું છે કે લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇનેશિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

શિવ મંદિરો શિવ ભોલેના નાદની ગૂંજી ઉઠ્યા ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે.. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.

કોવિડ ગાઈડલાઈન સાથે ભક્તોને દર્શન માટે અપીલપૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, સારંગપુરમાં આવેલા કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામનું પ્રાચિન શિવ મંદિર, સિંગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે.

આજથી ભગવાન શિવને સમર્પિત એવો શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે, શંકરની કૃપા પ્રાપ્તિ માટે આ મહીનો ખૂબ જ ઉત્તમ હોય છે. આ મહિનામાં ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવની સાચા મહિનાથી પૂજા-અર્ચના કરનારા ભક્તોને દુ:ખોથી મુક્તિ મળે છે અને તેઓની મનોકામના પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનાના આ ખાસ નિયમોશાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનામાં વ્યક્તિએ સાત્વિક આહાર લેવો જોઈએ. આ મહિનામાં ડુંગળી, લસણ પણ ન ખાવી જોઈએ. શ્રાવણ માસમાં માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ મહિનામાં ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. આ મહિનામાં બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે. જો શક્ય હોય તો શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત જરૂર કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત દરમિયાન ભગવાન શિવનો જળાભિષેક કરવો જોઈએ

ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીપુષ્પ, પાંચ ફળ, પાંચ મેવા, રત્ન, સોનું, ચાંદી, દક્ષિણા, પૂજાના વાસણો, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, પાંચ રસ, અત્તર, ગંધ રોલી, મૌલી જનોઈ, પંચ મીઠી, બિલીપત્ર, દાતુરા, શણ, બેરી, આમ્ર મંજરી, તુલસી, મંદારનું ફૂલ, ગાયનું કાચું દૂધ, કપૂર, ધૂપ, દીવો, કપાસ, મલયગીરી, ચંદન, શિવ અને માતા પાર્વતીના શૃંગાર માટેની સામગ્રી વગેરે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *