આજથી 5 દિવસ સુધી પડશે ભારે વરસાદની આગાહી રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં ભારે વરસાદના લીધે તંત્ર આવી ગયું એલર્ટ માં તમે પણ થઈ જાવ એલર્ટ

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે.

દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિયહવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદસમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

22, 23 અને 24 જુલાઇમાં ભારે આગાહી 22 જુલાઈ આ દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

23 જુલાઈ આ દિવસે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

24 જુલાઈ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જો કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ છુટોછવાયો વરસાદ આવી શકે છે. આવતીકાલથી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. 24 અને 25 જુલાઈએ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામા આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ચોમાસાના પ્રથમ રાઉંડમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળી નાંખ્યું છે. જોકે બનાસકાંઠામાં તો હજુ જોઈએ તેવો વરસાદ જ વરસ્યો નથી. જોકે બે દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. સારો વરસાદ વરસે અને સારૂ ઉત્પાદન થાય તેવી આશા સાથે ખેડૂતોએ ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો માંડ 37 ટકા જ વરસાદ નોંધાયો છે. તેમાંય બનાસકાંઠાના ધાનેરા, સૂઈગામ, વાવ સહિતના વિસ્તારોમાં તો હજુ માંડ 10થી 20 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દાંતા, વડગામ, પાલનપુર, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારમાં થોડો ઘણો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યા છે.

ગત વર્ષ કરતા આ વખતે બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે એક હેકટર જમીનમાં વાવેતર ખર્ચમાં પણ 15થી 20 ટકાનો વધારો થયો છે. બીજી તરફ પાણીના તળ પર સતત ઊંડા જઈ રહ્યા છે. 800થી 1 હજાર ફૂટે હાલ પાણી મળી રહ્યું છે. ખેડૂતોએ વાવેતર તો કરી દીધું

પરંતું જો હવે વરસાદ ન વરસ્યો તો ખેડૂતોને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે. જ્યારે ખેતીવાડી વિભાગના મતે વરસાદ ઓછો હોવા છતા ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાવેતરમાં વધારો થયો છે. ખેતીવાડી વિભાગનો દાવો છે કે 14 તાલુકામાંથી 12 જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. જોકે લાખણી અને ધાનેરામાં વરસાદ ઓછો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *