અંબાલાલ પટેલ મોટી આગાહી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં NDRF, SDRFની ટીમો તૈનાત! વહીવટતંત્ર એલર્ટ જાણો આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણાના જોટાણા તાલુકામાં ૨ ઈંચ, જૂનાગઢના ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ, તાપીના વ્યારા તાલુકામાં ૧ ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચાર તાલુકાઓમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો ૫૬.૮૧ ટકા વરસાદ પડ્યો છે.

વડોદરાના કરજણ પંથકના સરકારના પસાર થતા ત્રણ પ્રોજેક્ટની અડીને આવેલ ખેડૂતોની જમીનનો ખેતીપાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અવિરત વરસાદ વરસતા વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રોજેકટની બાજુમાં આવેલ ખેડૂતોની 1000 થી 1200 એકર જેટલી જમીનના ખેતરો બેટમાં ફેરવાયા હતા. કરજણના હાડોદ, બોડકા, કણભા, કંબોલા, સુરવાડા, માંગરોલ, સાંપા, ખાંધા, પિંગડવાડા, માનપુર, અભરા, સહિતના કરજણ તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોની માંગ છે

કે તંત્ર તાલુકા મુખ્ય અધિકારી ઇજારદારના ગામોના ખેડૂતોને સાથે રાખી કમિટી બનાવી સર્વે કરાવે તેમજ કાયમી માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે. બે માસ અગાઉ કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે, તેમજ નવું બિયારણ પણ પાણી માં ગયું છે. ખેડૂતોની સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ છે. સરકાર ખેડૂતોનું દર્દ સાંભળે અને પાણીનો નિકાલ કરે, જેથી નવું વાવેતર કરી શકાય.

ડાંગ જિલ્લામાં છેલ્લા દિવસોમાં વરસેલા અવિરત વરસાદથી નદી, નાળા અને કોઝ વે જળમગ્ન બન્યા છે. હવે જિલ્લામાં વરસાદનું જોર ઓછું થતાં માર્ગો પરથી પાણી ઓસરવાની શરુઆત થઈ છે. જિલ્લાના 11 માર્ગો પરથી પાણી ઓસર્યા છે તો હજી 13 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. જેથી 20 ગામ પ્રભાવિત થયા છે.

જિલ્લામાં જ્યાં જ્યાં કોઝ વે કે રોડ ઓવરટોપિંગ થયા છે ત્યાં સલામતીના ભાગરૂપે પોલીસ, ફોરેસ્ટ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. ડાંગ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે વધઇ-સાપુતાર રોડ ઉપર ભેખ઼ડ ધસી પડવાથી તેને ખસેડવાની કામગીર શરૂ છે અને હાલ આ રસ્તો નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને સતર્ક રાખવામાં આવ્યાં છે. જિલ્લામા સ્થળાંતર, રાહત,બચાવની કામગીરી માટે NDRF, SDRF અને પોલીસ, આરોગ્ય, ફાયરબ્રિગેડની ટીમો તૈયાર રાખવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરની સુચના મુજબ અગાઉ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ તે સમયના સલામત આશ્રય સ્થાનની વિગતો પણ હાથવગી રાખવામાં આવી છે. આ ઉપરાંત ડુબવાના બનાવોમાં નિષ્ણાંત તરવૈયાની પણ વિશેષ જરૃરીયાત રહેતી હોય છે. જેમાં જિલ્લામાં દરેક ૧૪ તાલુકામાં કુલ- ૭૪૮ નિષ્ણાંત તરવૈયાની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે.

ભારે વરસાદની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૃર પડે અને માલસામાન હટાવવાની જરૃર પડે તેવા કિસ્સામાં ઈન, જે.સી.બી, ટ્રક, ટ્રેકટર જેવાઈમરજન્સી વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. આ અનુસંધાને ભારે વરસાદથી કોઈ નુકશાની થાય ત્યારે વહીવટીતંત્ર તો ૨૪ કલાક ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી કરે જ છે પણ આવા સમયે જિલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ વિશેષ ફાળો રહેતો હોય છે અને આ સંસ્થાઓ વહીવટીતંત્રના સંકલનમાં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબની અગાઉથી જ તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવેલ છે.

તમામ વિભાગોના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશબનાસકાંઠા જિલ્લાના તમામ વિભાગોને ચોમાસા ઋતુની કામગીરી દરમ્યાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટર દ્વારા કડક આદેશ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ૧૪ તાલુકા હેડ કવાર્ટર ખાતે પૂર નિયંત્રણ કક્ષ પણ ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવેલ છે.

અનિચ્છનીય બનાવ વખતે વીવીઆઈપી મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા સૂચનકોઈપણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગોમાં આપદા મિત્રો ખુબ જ ઉપયોગી નિવડશે. જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા અને સલામતીની ચિંતા કરતા બનાસકાંઠા કલેકટર દ્વારા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ વીવીઆઈપી મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા કડક સુચના આપેલ છે.

પુરની સ્થિતિમાં જીવ બચાવવા કુત્રિમ તરાપો બનાસકાંઠામાં ઉપલબ્ધ્ધપાલનપુરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી (ડીઝાસ્ટર) દ્વારા કૃત્રિમ તરાપા (વાંસ, દોરી, અને પાણીના જુના કેરબા) પણ બનાવવામાં આવ્યા છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફક્ત બનાસકાંઠાની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે જ જોવા મળેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *