અંબાલાલ પટેલ મોટી આગાહી આ તારીખથી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ,

છેલ્લા 18 કલાકમાં રાજ્યના કુલ 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો, બનાસકાંઠાના દાંતામાં 3 ઇંચ, વલસાડના કપરાડામાં 2.4 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1.6 ઇંચ વરસાદ, અમદાવાદના ધંધુકામાં 1.52 ઇંચ, બોટાદના રાણપુર, નર્મદાના નાંદોદ, બનાસકાંઠાના ધનેરા, અમદાવાદમાં, તાપીના વ્યારા, મહેસાણાના સલતાસણા, બોટાદ, સોનગઢ, સાબરકાંઠાના વડાલી, નર્મદાના ડેડિયાપાડામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે અને ગુજરાતમાં બીજા રાઉન્ડ માં ભારે થી અતિભારે વરસાદ ખાબકી શકે છે પરંતુ આજરોજ 28 જુલાઈ થી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે

અને બીજી બાજુ ગુજરાત રાજ્યમાં 69% થી પણ વધારે વરસાદ વરસી ચુક્યો છે.આપને જણાવી દે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 10 થી 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ

પટેલે વરસાદના વધુ એક રાઉન્ડની મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી પર એક નજર કરવામાં આવે તો તેઓએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે અને આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તે પાકું છે પરંતુ એક અઠવાડિયા બાદ ફરી એકવાર વરસાદી ચોમાસુ

સક્રિય થશે તેવી સંભાવના છે અને બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદનો યોગ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગઈકાલે જણાવ્યું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને આવતીકાલે એટલે એક

28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે અને ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત માં 56.77 ટકા,મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા,સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે

ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે. સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો.

ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદજો કે આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતના ડેમોમાં નહીવત પાણીની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમોમાં માત્ર 24.38 ટાક જ પાણીનો સંગ્રહ થયો. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો. તો આ તરફ 55 ડેમ હાઈએલર્ટ ઉપર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો. જ્યારે 6 ડેમો એલર્ટ પર મુકાયા છે જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. તો 17 ડેમોમાં 70થી 80 ટકા જળસંગ્રહ થતા વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો જળસંગ્રહ થવા પામ્યો.

રાજ્યના ડેમોમાં કેટલો જળસંગ્રહ બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે.

બનાસકાંઠાના દાંતામાં વરસ્યો હતો ભારે વરસાદઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *