અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ત્રણ કલાક ભારે વરસાદ તૂટી પડશે આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી મોટી આગાહી જાણો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ શુક્રવારે રાજ્યના 192 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગઈકાલે (શુક્રવાર) સમીસાંજથી વરસાદ શરૂ થયો હતો, અને મોડી રાત સુધી વરસ્યો હતો. અમદાવાદમાં રાત્રે કડકા ભડાકા સાથે એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે હોવાની આગાહી કરીને શહેરીજનોને ચેતવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે બની શકે છે. અમદાવાદ સહીત રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, અરવલ્લી વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પીછો છોડવાનો નથી, એટલે કે હજુ પણ ત્યાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દાદરનગર હવેલી, દમણ, તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતીઓ લાપસીના એંધાણ મૂકો, આ શહેરમાં આગામી એક વર્ષ પીવાના પાણીની સમસ્યા દૂર થઈમહત્વનું છે કે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની નહીવત શક્યતા છે,

પરંતુ એનો મતલબ એવો નથી કે અહીં વરસાદ નહીં પડે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો છે. જ્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણે કે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ વરસી રહેલા ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ક્યાંક કેડસમા પાણી ભરાયા છે તો ક્યાંક ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીનો નાશ થયો. ગુજરાતના અનેક એવા જિલ્લા છે જ્યાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ખાસ કરીને વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ, કોઝવે, ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ આવતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓમાં ઘોડાપૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેમાં ખાસ કરીને પૂર્ણા નદી નજીક આવેલું માછળી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પૂર્ણા નદીના પાણી ગામમાં ઘૂસી જતાં ભારે તારાજી સર્જાય છે.

લોકોની ઘરવખરીનો તમામ સામાન પૂરના પાણીમાં તણાઈ ગયો છે. માછળી ગામના લોકોનું જીવવું હાલ મુશ્કેલ થઈ ગયું છે. માછળી સાથે ખાતળ, પાંઢરમાળ, વાંકળ, પાતળી સહિતના ગામોમાં ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના પાણી ગામમાં આવતા લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ વિસ્તારના લોકોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

વલસાડનુ મોટી દાંતી ગામ જ્યારે ચોમાસુ આવે એટલે મુસીબતમાં મુકાય. કારણ કે દરિયાકાંઠે આવેલુ આ ગામ આખુ ક્યાંક ડૂબી ન જાય તેવો ભય સતત સતાવતો રહે છે. આની પાછળ જવાબદાર છે તંત્ર. કારણ કે ગામમાં પ્રોટેક્શન વૉલ વર્ષોથી તૂટી ગઇ છે તેને બનાવવાની તંત્ર તસ્દી લેતુ નથી.

પ્રોટેક્શન વૉલના અભાવે ઘરોમાં ઘુસે છે પાણીહાલમાં વરસાદી માહોલ છે. દરિયો તોફાની બન્યો છે. દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. એક તો વરસાદ અને પાછુ દરિયાનું પાણી આવે, ગામવાસીઓએ રહેવુ ક્યાં ? મહત્વનું છે કે દરિયામાં ભરતી અને ઓટ આવ્યા જ કરે છે પરંતુ ચોમાસુ હોય ત્યારે દરિયો પોતાનુ રૌદ્ર સ્વરૂપ બતાવે છે., હાલમાં પણ આવી જ સ્થિતિ છે જેથી લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે.

ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગવલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયાની ભરતીના કારણે દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું છે. હાલ બે માળ જેટલા ઊંચા દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. વળી નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાંતી દરિયા કિનારા વિસ્તારમાં કરવામાં આવે છે. જે બંધ કરાવવા તથા સ્થાનિકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેક્શન વૉલ બનાવવાની માંગ કરવામાં આવી છે.

બે માળ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે મોજા વલસાડ જિલ્લાના આ દરિયાઈ પટ્ટી ગામોની આ ભરતી મુખ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા બે દશકથી મોટી દાંતી ગામનો દરિયો ગામના અનેક વિસ્તારોને ગરકાવ કરી ચૂક્યો છે.. ધીરે ધીરે આ દરિયો પોતાની હદ વટાવી ચૂક્યો છે અને દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે અત્યારે દરિયામાં બીજની ભરતી આવવાથી દરિયામાં બે માળ જેટલા વિશાળ મોજા ઉછળે છે..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *