બાબા વેંગા’ની બે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ 2022 માટે કર્યું હતું આ પ્રિડિક્શન હજી બાકીની 4 ને લઈને લોકોમાં ભય જાણો 2022ને લઈને શું આપી હતી ચેતવણી

દુનિયાના પ્રસિદ્ધ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે અને ઘણી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે. તે તેમના અનુયાયીઓને 5079 સુધીની ભવિષ્યવાણી કરીને ગયા હતા. રિપોર્ટ અનુસાર 2022 વિશે કરેલી તેમની બે ભવિષ્યવાણીઓ લગભગ સાચી સાબિત થઈ છે.

દુનિયામાં એકથી એક ચડિયાતા ભવિષ્યવક્તા પેદા થયા છે, જેમને તેમની ભવિષ્યવાણીઓના કારણે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. દુનિયાના સૌથી ફેમસ ભવિષ્યવક્તાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા દેરકના મોઢે એક જ નામ આવે છે તે છે બાબા વેંગા. દુનિયાના પ્રસિદ્ધ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે

પરંતુ ઘણી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે. તે તેમના અનુયાયીઓને 5079 સુધીની ભવિષ્યવાણી કરીને ગયા હતા. બાબા વેંગાને ‘બાલ્કનના નાસ્ત્રેદમસ’ પણ કહેવામાં આવે છે. તેમણે 2022 માટે જે ભવિષ્યવાણી કરી હતી, તેમાંથી બે ભવિષ્યવાણી લગભગ સાચી સાબિત થઈ છે.

બે ભવિષ્યવાણીઓ લગભગ સાચી સાબિત થઈધ મિરરના જણાવ્યા અનુસાર, બાબા વેંગાએ એવો દાવો કર્યો હતો કે 2022 માં કેટલાક દેશ પાણીની અછતથી પરેશાન રહશે. આ વાત તો બધા જ જાણે છે કે, પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશોએ તેમની જનતાને પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે કહ્યું છે. 1950 ના દાયકા બાદથી દેશ અત્યારે સૌથી વધારે દુષ્કાળ અનુભવી રહ્યો છે. ત્યારે ઇટાલી પણ 1950 ના દાયકા બાદથી સૌથી વધારે ખરાબ દુષ્કાળથી પસાર થઈ રહ્યો છે.

છોકરીઓ પૈસા આપી આ છોકરાને કરે છે હગ, કારણ જાણી ચોંકી જશોબાબા વેંગાએ આ પણ ભવિષ્યવાણી કરી હતી કે 2022 માં એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ભૂકંપ આવશે અને સુનામી પણ આવશે. આ વાત બધા જ જાણે છે કે ભારે વરસાદ અને પૂરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર તબાહી મચાવી દીધી હતી. બાંગ્લાદેશ, ભારતના ઉત્તર પૂર્વ ભાગ અને એટલું જ નહીં થાઈલેન્ડ પણ પૂરથી પ્રભાવિત થયું છે. એવું લાગે છે કે આ ભવિષ્યવાણી પણ સંપૂર્ણ સટીક સાબિત થઈ છે કેમ કે આ વર્ષે આ બંને દેશમાં ભારે વરસાદ પડ્યો છે.

કોણ છે દુનિયાભરમાં ફેમસ બાબા વેંગાઆખી દુનિયામાં પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગા એક ફકીર હતી, જેઓ આંખોતી દેખી શકતા ન હતા. તેઓ બુલ્ગારિયાની રહેવાસી હતી અને તેમણે ઘણી એવી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. તેમનો જન્મ 1911 માં થયો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમની આંખોની રોશની જતી રહી હતી. મળતી જાણકારી અનુસાર તેમની 85 ટકા ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે, પરંતુ તેમના કેટલાક દાવા ખોટા પણ સાબિત થયા છે.

કોણ છે જગદીપ ધનખડ, જેમને NDA એ બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારઓગસ્ટ 1996 માં બાબા વેંગાનું સ્તન કેન્સરથી તેમનું નિધન થયું હતું, પરંતુ મૃત્યુ પહેલા પણ તે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી ગયા હતા. બાબા વેંગાના જણાવ્યા અનુસાર વર્ષ 5079 માં દુનિયાનો અંત થઈ જશે. કહેવામાં આવે છે કે તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી ક્યાંય પણ લખવામાં આવી નથી, પરંતુ આ ભવિષ્યવાણીઓને બાબા વેંગાએ તેમના અનુયાયીઓને જણાવી હતી.

ઘણી વખત સાચી સાબિત થઈ ભવિષ્યવાણીઓબાબા વેંગાએ 2004 માં સુનામી આવવાની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી સાબિત થઈ. ત્યારબાદ બ્રિટેનની રાજકુમારી ડાયનાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી. તે પણ સાચી સાબિત થઈ હતી.

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે યુએસએના 44 માં પ્રેસિડેન્ટ અશ્વેત હશે અને તેઓ ત્યાંના છેલ્લા પ્રેસિડેન્ટ હશે. આ બાબતે તેમની અડધી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ કેમ કે, અમેરિકાના 44 માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા બન્યા હતા જેઓ અશ્વેત હતા, પરંતુ તે છેલ્લા રાષ્ટ્રપતિ નહોતા.બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. તેમણે નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. હવે એવુ લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે.

બાબા વેંગાએ એવુ પણ જણાવ્યું કે વિશ્વમાં ઘણા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે. જે યુરોપમાં થતા દેખાઇ રહ્યું છે. પુર્તગાલમાં પાણીની અછત છે અને ભારે દુકાળ છે. ગરમી એટલી વધારે છે કે અનેક જગ્યાએ જંગલમાં આગની ઘટના સામે આવી છે. તો ઈટાલીમાં 1950ના દાયકા બાદનો સૌથી ખરાબ દુકાળ જોવા મળ્યો છે. બાબા વેંગાની 2022ની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે.

આ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએઆ ઉપરાંત બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે સાઇબેરિયામાંથી એક નવો અને ઘાતક વાયરસ નિકળશે. એલિયન એટેક અને તીડના પણ તેમણે ચેતવણી આપી હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનુ મોત થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે વેંગા જીવિત હતો ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછાડ્યા હતા. ત્યારબાદ તેનુ જીવન બદલાઈ ગયુ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *