ભરુચ માં વરસાદમાં જીવની પરવાહ કર્યા વગર બે ટાબરિયાઓએ જે કર્યું તેનાથી વાહવાહી થઈ જોવો વીડિયો સલામ છે ભરૂચના આ લોહીને.

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં બાળકો જીવના જોખમે અંડરપાસમાં વાહનોના કાફલા વચ્ચે જતા અને રોડ પર પડેલી નંબર પ્લેટ ઉંચકીને લઈ આવતા. ત્યારે લોકોએ બાળકોને આ વિશે પૂછ્યુ તો જે જવાબો મળ્યા તે સાંભળીને તમે પણ ગળગળા થઈ જશો

પૂરના પાણી જ્યારે ફરી વળે ત્યારે અનેક લોકો મદદે નીકળતા હોય છે. કોઈ બચાવવા માટે, તો કોઈ ફૂડ પેકેટ્સ આપવા, કોઈ આશ્રય આપવા અનેક લોકો પહોંચી જાય છે. પરંતુ આવામાં ભરૂચના ટાબરિયાઓની મદદ ચર્ચામાં આવી છે. ભરૂચના એક અંડરપાસ પાસે એક બાળક એવુ કામ કરી રહ્યો હતો કે ચારેતરફ તેની વાહવાહી થઈ ગઈ. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત નથી. ભરૂચમાં કલેક્ટર કચેરી પાસેના અંડરપાસમાં વરસતા વરસાદ વચ્ચે લાઈનબંધ ગોઠવેલી વાહનોની નંબર પ્લેટ જોવા મળી. લાઈનબંધ નંબર પ્લેટ ગોઠવેલી જોઈને ત્યાંથી પસાર થનારા સૌ કોઈને આશ્ચર્ય થયુ હતું. અનેકોના મનમાં સવાલો ઉઠ્યા. ત્યાંથી પસાર થતા દરેક લોકોએ જોયું કે, બાળકો પાણીમાં પડેલી નંબર પ્લેટ ઉંચકીને અંડરપાસની એક બાજુ લાઈનમાં ગોઠવતા હતા.

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં બાળકો જીવના જોખમે અંડરપાસમાં વાહનોના કાફલા વચ્ચે જતા અને રોડ પર પડેલી નંબર પ્લેટ ઉંચકીને લઈ આવતા. ત્યારે લોકોએ બાળકોને આ વિશે પૂછ્યુ તો જે જવાબો મળ્યા તે સાંભળીને તમે પણ ગળગળા થઈ જશો. ટાબરિયાઓએ પાણીમાંથી એક પછી એક 50 થી વધુ નંબર પ્લેટ શોધી કાઢી તેની ફૂટપાથ ઉપર કતાર બનાવી હતી.

જે બે ટાબરિયા નંબર પ્લેટ ઉંચકવાનું કામ કરતા તેઓએ કહ્યુ કે, વરસાદના પાણીમાં અનેક નંબર પ્લેટ તૂટીને પડી હતી. આ નંબર પ્લેટ જો તૂટીને રસ્તા પર ફેલાય કે ગટરમાં ફસાઈ જાય તો અન્ય વાહનોના ટાયર પણ નુકસાન જાય. તો બીજી તરફ, વાહન ચાલકોને પણ તેમની ખોવાયેલી નંબર પ્લેટ ફરી મળી જાય.

ટાબરિયાઓનો આ જવાબ સાંભળીને તમારુ દિલ પણ મલકાઈ ઉઠશે. એક તરફ એવા વાહનચાલકો છે જે લોકોને પોતાના ટાયર તળે કચડીને ભાગી જાય છે, માનવતા પણ નથી દાખવતા, ત્યારે આ ટાબરિયાઓ તો કોઈ પણ નિસ્વાર્થ ભાવે કરે છે. સલામ છે ભરૂચના આ લોહીને…

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *