બોટાદમાં રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા આખું ગામ હિબકે ચડ્યું જોવો વીડિયો થયો વાયલર…

બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે. ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 લોકોના થયા છે. ભાવનગર, બરવાળાની હોસ્પિટલમાં 11 દર્દીઓના થયા છે. હજુ પણ ભાવનગર સિવિલમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે.

આ દરમિયાન બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી છે. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે.પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે. દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો.

દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. ઔદ્યોગિક કેમિકલ અમદાવાદની AMOS કંપનીમાંથી ચોરાયું હોવાનો ખુલાસો થયો છે. કંપનીના વોચમેને મિથાઇલ આલ્કોહોલની ચોરી કર્યાનું સામે આવ્યયું છે. વોચમેન દિનેશ રાજપૂત નામના રીક્ષા ચાલકે કેમિકલ વેચ્યું હતું. દિનેશ રાજપૂતે જ જયેશને કેમિકલ વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના પીપળજમાં તૈયાર થયેલા કેમિકલમાંથી દારૂ બન્યો હતો.

બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર સર્જાયો છે. રોજિદ ગામ લઠ્ઠાકાંડનુ મુખ્ય સેન્ટર હતું. મૃતકોમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ દર્દનાક માહોલ જોવા મળી રહ્યો છે. કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ ગુમાવ્યો. ત્યારે આજે બરવાળાના આજે અગ્નિદાહ અપાતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

રોજિદ ગામમાં હાલ ઝેરી કેમિકલ પીને મોતથી ભેટનારા લાવવામાં આવી રહ્યાં છે. રોજિંદ ગામનો મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે. હાલ 5 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાશે. ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહોની અંતિમયાત્રા નીકળી, આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું છે. હજી પણ અનેક સ્મશાન ભૂમિ પર આવશે.

ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કારજે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો તેમાં 9 લોકોના મોત થયા છે. ત્યારે હવે આ ગામને બદી કેટલી ખરાબ છે તે સમજાઈ ગયુ હશે. લઠ્ઠાકાંડથી રોજીદમાં માતમ છવાયો છે. લઠ્ઠાકાંડથી મોતને ભેટનારા 5 લોકોની એકસાથે અર્થી નીકળી હતી. ત્યારે સ્મશાન ભૂમિમાં ભયાવહ દ્રષ્યો જોવા મળ્યા હતા. નાનકડા એવા રોજીદમાં ચિતા પણ ખૂટી પડી હતી. ચિતા ખુટતા જમીન પર અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. હજી પણ અન્ય મૃતદેહોને હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *