બુધવારે અને ગુરુવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આ તારીખે બે દિવસ અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી, આગામી 48 કલાક ધોધમાર વરસાદ વરસી શકે

આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, વલસાડ, ડાંગ, તાપી તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ અમદાવાદ વરસશે સામાન્ય વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચીનર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટી વધતા વીજ મથક શરૂ કરવામાં આવ્યા છે. રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના 6 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ માં છેલ્લા દસ દિવસથી ચાલતા જળ વિદ્યુત મથક દ્વારા રોજની લગભગ 40 લાખની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટનું 1 યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 1 યુનિટ મારફતે દરરોજ સરેરાશ 1 લાખની કિંમતનું 0.5 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કેનાલ હેડ પાવર હાઉસ થકી 3500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉનાળા ની કાળમી ગરમીમાં પરસેવે રેબઝેબ થયેલા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા ગુજરાતની જનતાએ હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારના રોજ ૫૬ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ ૩.૪૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. અમદાવાદ સાથે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સામાન્ય થી લઈને ભારે વરસાદ ત્રાટકી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ વહેલી સવારથીજ મેઘરાજા ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પધારી ચુક્યા હતા. જયારે આજે વહેલી સવારે રાજકોટના અનેક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડ્યો હતો.રાજકોટના ધોરાજી અને જસદણ પંથકમાં સારો વરસાદ થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.રાજકોટ શહેરની અંદર પણ મેઘરાજાની પધરામણી થતા રાજકોટ વાસીઓએ ઠંડકનો આનંદ અનુભવ્યો હતો.

બુધવારના રોજ વલસાડના ધરમપુર તાલુકા સહીત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ સાથેજ ડાંગ જીલ્લાના વધઈ અને આહવા સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડતા લોકોએ બફારામાંથી છુટકારો મેળવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર સહીત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના મત મુજબ રાજ્યમાં હજુ ૫ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. મંગળવારના રોજ દક્ષીણ ગુજરાતના અનેક પંથકોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. જયારે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ ના થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ફરી વળ્યા છે. ચોમાસું બેઠાને ૯ દિવસ થયા હોવા છતાં પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ ના થવાના કારણે વાવણી થઇ શકી નથી. દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને બાદ કરતા અનેક વિસ્તારોની અંદર હજુ સુધી ચોમાસાની શરૂઆત થઇ નથી.

કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે માત્ર ૧૧.૭૮ ટકા વાવેતર થવા પામ્યું છે.સિંચાઈ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહશક્તિના ૪૪.૮૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થવા પામ્યો છે. જયારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહ છે.હાલમાં રાજ્યના બે જળાશયો વોર્નિંગ પર છે જયારે દક્ષીણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદને કારણે પાણીની સારી આવક થવા પામી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ખેડૂતો મિટ માંડીને મેઘરાજાની પધરામણી થવાની રાહ જોઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *