ધાંગ્રધા બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન વીડિયો થયો વાયલરલ જોવો તસવીરોમાં જુઓ સમગ્ર ઓપરેશન

ધાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આજે સવારે દુર્ઘટના ઘટી હતી. ગામના ખેતરમાં આવેલા બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. બાળકી બોરવેલમાં આશરે 40 ફૂટ નીચે ફસાઇ ગઇ હતી. તેને આર્મીની ટીમે ત્યાં આવીને ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢી છે.<br />આ અકસ્માત સર્જાતા જ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આ બોરવેલ આશરે 500થી 700 ફૂટ ઉંડો હતો. બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડતા 40 ફૂટે ફસાઇ ગઇ છે. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની છે. હાલ આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે હાલ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.<br

ઓપરેશન દરમિયાન મનિષાએ કહ્યુ હતુ કે, તેને માથું દુખે છે. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે, હું તને જે મોકલું છું તે તારા કમરના ભાગના કપડામાં ભરાવી દેજે.
ઓપરેશન દરમિયાન મનિષાએ કહ્યુ હતુ કે, તેને માથું દુખે છે. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે, હું તને જે મોકલું છું તે તારા કમરના ભાગના કપડામાં ભરાવી દેજે.

આર્મીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને દોરડાનો ઝુલો બનાવીને બાળકીને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જે સફળ થયા છે. આ ઘટનામાં એક સારી બાબત હતી કે, બાળકી મોટી હતી અને તે બહારથી તેને પૂછાતા સવાલોના જવાબ આપી રહી છે. આ બાળકી થોડા સમયમાં બહાર આવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આર્મીની ટીમ દ્વારા આ બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતુ. આ બાળકીને શુક્રવારની સવારે 11.30ની આસપાસ બહાર કાઢી લેવામાં આવી છે. જેના લાઇવ દ્રશ્યો ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં ખેતરમાં આવેલા બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, જે છોકરી બોરવેલમાં પડી ગઈ છે તેનો પરિવાર ગુજરાત બહારથી મજૂરી કામ માટે આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ સુરેન્દ્રનગરમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટના બની હતી ત્યારે સેનાના જવાનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું.

બાળકીને બહાર કાઢ્યા પછી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી શકાય તે માટે પણ અહીં ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આ સાથે મેડિકલની ટીમ પણ હાજર કરી દેવામાં આવી હતી. જેથી બહાર આવેલી બાળકીને તાત્કાલિક સારવાર શરુ કરી શકાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *