આજના સોના-ચાંદી ના ભાવમાં થયો આટલો વધારો સોનુ સતત બીજા દિવસે સોનું સસ્તું આ તારીખે 8400 રૂપિયા સસ્તુ સોનુ જાણો આજે 10 ગ્રામ સોનાના ભાવ કેટલો છે
ડોલરમાં મજબૂતી અને મંદીની આહટ વચ્ચે સોનું અને ચાંદીની કિંમત પર નકારાત્મક અસર પડી છે. છેલ્લા થોડા સપ્તાહથી તેની કિંમત સતત ઘટી રહી છે. આ અઠવાડિયે ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર ગોલ્ડની કિંમતમાં 1.3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 50107 રૂપિયાના સ્તર પર બંધ થયું. ગયા અઠવાડિયે તે 50779 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયું હતું.
સોનામાં 672 રૂપિયાનો ઘટાડો આ અઠવાડિયાના આધાર પર સોનામાં 672 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ અઠવાડિયે સોનું 49957 રૂપિયાના સ્તર સુધી નીચે આવ્યું હતું. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનુમ 1706.50 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર બંધ થયું. અઠવાડિયામાં તે 1695 ડોલરના સ્તર સુધી ગગડ્યું હતું.
ચાંદી 55587 રૂપિયા પ્રતિ કિલોગ્રામચાંદીની વાત કરવામાં આવે તો આ અઠવાડિયે MCX પર ચાંદી 55587 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ. ગયા અઠવાડિયે 57131 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ. સપ્તાહિત આધાર પર ચાંદીમાં 1544 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી 18.63 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર બંધ થઈ. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીમાં 3.12 ટકા અને ડોમેસ્ટિક માર્કેટમાં 2.70 ટકાનો ઘટાડો થયો છે.
24 કેરેટનો ભાવ ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ અઠવાડિયાના છેલ્લા વ્યાપારી સત્રમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 5040 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 4919 રૂપિયા, 20 કેરેટ ગોલ્ડનો ભાવ 4486 રૂપિયા, 18 કેરેટ ગોલ્ડનો ભાવ 4083 રૂપિયા અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 3251 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવનોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
સોનાની શુદ્ધતાના માપદંડ24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
વૈશ્વિક બજારમાં સતત ઘટાડાને કારણે ગુરુવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોનું અને ચાંદી સસ્તું થઈ ગયું હતું. સોનાનો ભાવ આજે 50,600 રૂપિયાની આસપાસ છે, જ્યારે ચાંદી 57 હજારથી નીચે વેચાઈ રહી છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 171 ઘટીને રૂ. 50,631 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ, સોનામાં 50,725 રૂપિયાના સ્તરે ખુલ્લેઆમ વેપાર શરૂ થયો હતો, પરંતુ માંગમાં મંદીને કારણે, ટૂંક સમયમાં જ ભાવમાં ઘટાડો થવા લાગ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવથી 0.34 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.