ગુજરાતમાં આગામી 72 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં ભારે વરસાદી માહોલ અને ભારે પવન જામેલો રહેશે જાણો કેટલાક વિસ્તારમાં થશે મેઘમલ્હાર

અમદાવાદની અંદર ગઈકાલ સાંજના સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને સારામાં સારા વરસાદને લઈને ઘણી બધી આગાહીઓ પણ પહેલા કરવામાં આવી હતી જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારો ની અંદર ભારે વરસાદ પણ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદની અંદર મળતી માહિતી મુજબ માત્ર 45 મિનિટની અંદર પડેલા

વરસાદના કારણે ઘણી બધી જગ્યાઓ પર અને ઘરોની અંદર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરની અંદર અત્યારે સારામાં સારો વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી સારામાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત

કરવામાં આવ્યા છે અને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગો ની અંદર અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી શક્યતાઓ સેવાઈ રહી છે અને પાટણ બનાસકાંઠા, મહેસાણા ગાંધીનગર જિલ્લાની અંદર ભારે વરસાદની મોટી શક્યતાઓ છે.સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે સાથે

અમદાવાદની અંદર પણ ધોધમાર વરસાદને લઈને મોટી શક્યતાઓ સેવાઈ રહે છે. ગઈકાલે રાત્રે છે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અને રાજકોટમાં સારામાં સારો વરસાદની માહોલ જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજાની અંદર હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વરસાદને લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ગુજરાત રાજ્યની અંદર મહત્વની અટકળો કરવામાં આવી રહી છે.ભારે વરસાદના કારણે ઘણા બધા નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે.

આવનારા દિવસોની અંદર ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભાડેથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનાર 48 કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો અને ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. 25 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યાં જ 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.

ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની પડી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. જેને લઇને ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં રવિવારે સવારે 171 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં 5.6 ઇંચ, સૂઇગામ, લખાણીમાં 3.16, નવસારીના ખેરગામમાં 2.52 ઇંચ, પાલનપુરમાં 2.4. વાવ 2.32, વડગામમાં 2.08 ઇંચ, ડાંગ આહવામાં 1.72 ઇંચ નોંધાયો છે. આ સાથે વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યમાં રવિવારે સવારે 6થી 8 વાગ્યામાં 103 તાલુકામા વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ બનાસકાંઠાના થરાદ તાલુકામાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વાવમાં 36 એમએમ, ખેડાના મહુધા, મહેસાણામાં 32 એમએમ, નવસારીના ખેરગામમાં 32 એમએમ, ખેડાના કથલાલમાં 32 એમએમ, પાલનપુર અને લખાણીમાં 30 એમએમ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સાર્વત્રિક વરસાદ છે. જે ઉત્તર ગુજરાત અત્યારસુધી કોરુ ધાકોર હતુ, ત્યાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કચ્છમાં કચ્છમાં વહેલી સવારથી રાપર તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. ખેંગારપર, સુવ‌ઈ, ગવરીપરમાં પણ વરસાદ ખાબક્યો છે. રામવાવ તથા આજુબાજુના વિસ્તારમાં પણ મેઘ મહેર જોવા મળી છે. વરસાદના પગલે ગવરીપર આસપાસના ખેતરમાં પાણી ભરાયા છે. જેના પગલે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે કાંકરેજ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે, જે અનુસાર, 23 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજમાં સૌથ વધારે 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કઠલાલ, મહુધા અને વસોમાં 2.5 થી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં ખેડાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહેમદાવાદમાં અને માતરમાં 1થી 1.45 ઈંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપડવંજમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જે અનુસાર, છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો કઠલાલ – 72 mm. કપડવંજ 95 mm, ખેડા- 12 mm, નડિયાદ – 51 mm, મહુધા- 61 mm, મહેમદાવાદ 15- mm, માતર- 21mm, વસો – 75 mm વરસાદ પડ્યો છે.

ચોમાસાની ધોધમાર શરૂઆત થતા ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54 ટકા પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી માત્ર 21.39 ટકા જ પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતમાં 42.75 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.92 ટકા, કચ્છમાં 67.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 54.67 ટકા પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવરમાં 58.58 ટકા પાણીનો જથ્થો છે.

ખેડા અને આંણદ જિલ્લામાં આજે મેઘમહેર સાથે મુશ્કેલી વરષી હતી. જેમાં મેઘરાજાએ ગતરાતથી તોફાની બેટિગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગળાડૂબ બન્યા હતા. જેમાં અભ્રીપુર ગામના લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગામમાં ઠેર-ઠેર કેડ સમા પાણી ભરાયા હતા. તળાવ અને ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. નોંધનીય છે કે આ ગામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે માથું ઊંચકે છે. આથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *