ગુજરાતમાં ચોમાસાની જમાવટ યથાવત આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી , જાફરાબાદ, વેરાવળ, નવલખીમાં 3 નંબરનું સિગ્નલ આ જિલ્લાઓમાં રેડ અલર્ટ અંબાલાલ પટેલ મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યા અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના 4 બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલઓખા, જાફરાબાદ, વેરાવળ, નવલખીમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ શહેરના દરિયા કાંઠે લાઈટ હાઉસ વિસ્તારમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઈને જાફરાબાદ પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ અને પવનની ગતિ વધી શકે છે.

ભારે વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

દરિયામાં જોવા મળ્યો કરંટભારે વરસાદની આગાહીના પગલે દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયામાં મોજા ખૂબ જ ઉંચા ઉછળી રહ્યા છે. આ સાથે જ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકો દરિયા કિનારાથી દૂર રહે તેના માટે પ્રશાસને દમણ જેટી પર બેરીકેટર અને ડ્રમ મૂકી અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. દરિયો તોફાની થવાની શક્યતાને લઇ દમણ પ્રશાસન દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં અતિભારે વરસાદને પરિણામે માત્ર નવસારી જિલ્લાના વિવિધ ગામોમાંથી 811 લોકોને રેસ્કયૂ કરી તમામના જીવ બચાવી લેવાયા છે. તા. 7 જુલાઈથી આજ સુધી રાજ્યમાં કુલ 1,254 લોકોને રેસ્કયૂ કરાયા છે

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 40,897 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જે પૈકી કુલ 25,985 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 14,912 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ ગયો છે તે તમામ જિલ્લાઓમા સરવે સહિતની કામગીરી સત્વરે કરવા વહીવટી તંત્રને સૂચના આપી છે. મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે.

તેમજ 27 એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 1 પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમો મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈ એમ પાંચ જગ્યાએ એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.

મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા. 7 જુલાઇથી અત્યાર સુધીમાં 54 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,574 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાથી 99 ટકા ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 24 સ્ટેટ હાઈવે, 522 પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *