ગુજરાતમાં ફરી બીજા રાઉન્ડમાં વરસાદની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબડાસતી ક્યારે આવશે મેઘો

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગે વરસાદ અંગે એક આગાહી કરી છે. જેમાં આવતીકાલથી (રવિવાર) વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે. ડિપ્રેશનની અસર ગુજરાત પર નહિ થાય ફક્ત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આજે માત્ર પોરબંદર જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

મહત્ત્વની વાત એ છે કે, દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

મધ્યપ્રદેશને જોડતા મધ્ય- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લે બે સપ્તાહેથી ભલે શ્રીકાર વર્ષા હોય પરંતુ, નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન સહિત મધ્યપ્રદેશની અંદરના કેચમેન્ટ એરિયા (સમગ્ર સ્ત્રાવ ક્ષેત્ર)માં હજી જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ નથી. આથી, સરદાર સરોવર નર્મદા જળાશયમાં નવા પાણીની આવક સાવ મંદ છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં એક જ સપ્તાહમાં માંડ પાંચ ટકા જેટલો જ વધારો થયો છે.

ગત રવિવારની સાંજે સરદાર સરોવર નર્મદા જળાશયમાં નવા પાણીનો ઈનફ્લો 54,221 હતો જે શનિવારે ઘટીને 42,746 ક્યુસેક થઈ ગયો છે. સપ્તાહમાં પાણીની આવકમાં 9,456 ક્યુસેકના ઘટાડા વચ્ચે આ ડેમમાં જળસંચય 45.37 ટકાથી વધી 50.63 ટકા થયો છે. સરદાર સરોવર તેની કુલ સંગ્રહ ક્ષમતામાં 50.63 ટકા ભરાતા પાણીની જાવક અર્થાત નર્મદા કેનાલમાં આઉટફ્લોનું પ્રમાણ 2,563 ક્યુસેકથી 2,486 ક્યુસેક થયુ છે.

જે આંશિક ઘટાડો સુચવે છે. મધ્ય- પૂર્વ ગુજરાતના 17 ડેમમાં માત્ર 38.36 ટકા જ જળસંચય થયો છે. દક્ષિણ ગુજરાતના 4 ડેમમાં 66.71 ટકા જ પાણી ભરાયુ છે. સરદાર સરોવર ડેમના અધિકારીએ કહ્યુ કે, મધ્યપ્રદેશમાં નર્મદા નદી ઉપરના ત્રણ મોટા ડેમ જ્યાં સુધી ભરાશે નહી ત્યાં સુધી ઉપરવાસમાંથી પાણી આવશે નહી.

17 મોટા ડેમમાં માત્ર 54 ટકા જ પાણી, એક પણ એલર્ટ નહીંગુજરાતના 206 પૈકી 42 ડેમમાં તેની સંગ્રહ ક્ષમતાના 90 ટકાથી વધુ ભરાઈ ચૂક્યા છે. જેને હાઈ એલર્ટનું સિગ્નલ અપાયુ છે. પરંતુ તેમાં ધરોઈ, ઉકાઈ, પાનમ, કડામા, મચ્છુ, સિપુ, દાંતિવાડા, સુકી, ભાદર, દમણગંગા સહિતના 17 મોટા બંધોનો સમાવેશ થતો નથી. આ 17 ડેમમાં માંડ 54 ટકા જ પાણી સચવાયુ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *