ગુજરાતમાં થઈ જાવ સાવધાન વરસાદનો આ તારીખે ત્રીજા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ મોટી આગાહી ગુજરાતના આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલની ભયાનક અગાહી: 10 ઓગસ્ટ સુધીમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે. વરસાદ અંગે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે. 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ફરી લોકો ચિંતામાં પેઠા છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 65 ટકા ઉપર સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે કે બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.

ગુજરાતમાં 55 ડેમ હાઈએલર્ટ પરગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે. સાથે ચુડામાં 1.75 ઈંચ તથા ધંધુકા, રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર, સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ થયો છે.

આજે કયા-કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશેબીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે.

બનાસકાંઠાના દાંતામાં વરસ્યો હતો ભારે વરસાદઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા.

સાબરકાઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતોએક દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ હતી. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *