ગુજરાતમાં વરસાદની સુનામી આવી, આગામી 48 કલાક ચેતીને રહેજો આજથી વરસાદનું જોર વધશે આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભુક્કા…

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ થયો તે વિશે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં થયો. ચોર્યાસીમાં 17મી.મી, તિલકવાડામાં 10 મી.મી, ગરુડેશ્વરમાં 8 મી.મી વરસાદ તથા સતલાસણામાં 8 મી.મી, જામ કંડોરણામાં 8 મી.મી વરસાદ નોંધાયો.

આજે ક્યાં પડશે વરસાદ ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4 ઈંચ ખાબક્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાંક જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવીતમને જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો. એ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ અને ખેરગામમાં પોણા 3 ઈંચ, કચ્છના અંજાર અને ભરૂચના વાલીયામાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, ભચાઉ, સંતરામપુર, કપરાડા અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ, હાંસોટ, ભુજ અને કડાણામાં પોણા બે ઈંચ વરસાદ, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ વરસાદ તો સંખેડા, ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.

સારા વરસાદથી નદી-નાળા છલકાયામહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વિરપુર, સરસણ, પાદેડી, ચુથાના મુવાડા, મંકોડીયા, સાદકડાણા અને સંતરામપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વધુમાં કાળીબેલમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તે જોતા આસપાસ નદીઓ વહેતી હોય તેવુ જ લાગે છે. ગુજરાતમાં વરસાદની સુનામી આવી છે એવો માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા ડેમની સપાટી વધી ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે.

ગરવો ગિરનાર સોળે કળાએ ખીલ્યો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. આરાધના અને આસ્થાનું કેન્દ્ર ગણાતો ગરવો ગઢ ગિરનાર વાદળો વચ્ચે વિહરતો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટીસંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.

48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે એલર્ટ કરી દીધા છે કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *