હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાત માટે ભુક્કા બોલાવે તેવી આગાહી નવી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર આ તારીખથી વરસાદનું જોર વધશે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ પૂરની સ્થિતિ કરી મૂકી છે અને સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે.

ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે, ત્યારે ફરીથી દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022)ના રોજ રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વોર્નિંગ અપાઈ નથી.

ગુજરાત રિજયન માટે વોર્નિંગ અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 23, 24 અને 25 જુલાઈના રોજ રાજ્યમાં વોર્નિંગ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે મહત્તમ વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, જેના કારણે કેટલાક સ્થળે વરસાદ રહેશે. 24 અને 25 જુલાઈએ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર છે. અમદાવાદમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે. આવતીકાલે પણ છૂટોછવાયો વરસાદ રહેશે. નોંધનીય છે કે, ગુજરાતમાં 285 mm ના બદલે 464 mm વરસાદ નોંધાયો છે. હાલ 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં રહેશે વરસાદી માહોલદરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે, જે આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચી શકે છે. લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં લો પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ શરૂ થઈ જશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડી શકે છે.

શનિવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ,, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉપરાંત આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *