હવામાન વિભાગની ફરી આગાહી સૌરાષ્ટ્ર અને અમદાવાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના આ વિસ્તારો માટે આવનારા 3 કલાક ખૂબ જ ભારે કડાકા સાથે વરસાદ તૂટી પડશે જાણો આ તારીખથી વરસશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનના 56 ટકાથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદના 56 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

હાલમાં અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સર્જાયા છે. તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી 24 કલાક પછી વરસાદની તીવ્રતા ઘટી શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે.

જેના કારણે આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદછેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ધરમપુરમાં 5.5 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, ચીખલી, તાલાલા, વાપી અને વઘઈમાં 3 ઈંચ ઉપરાંત પારડી, સતલાસણા, ઉમરગામ, ગણદેવી અને થાનગઢમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોડાસા, લખપત, વેરાવળ, માતર, છોટા ઉદેપુર, સાયલા, ભુજ, વ્યારા, ડાંગ, દસકરોઈ, ડોલવણ અને માળીયામાં દોઢથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગાંધીનગર અને દાહોદમાં ઓછો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં પાણીનું સરેરાશ પ્રમાણ 54.18 ટકા છેરાજ્યમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ધરાવતા 42 ડેમ હાઈ એલર્ટ પર છે. 80 ટકાથી વધુ ક્ષમતા ધરાવતા 13 ડેમ એલર્ટ પર છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે, 12 ડેમ એલર્ટ પર છે. 139 ડેમમાં 70 ટકા કરતા ઓછો પાણીનો સંગ્રહ છે. તે ઉત્તર ગુજરાતમાં 16.41 ટકા, મધ્ય ગુજરાતમાં 38.36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.71 ટકા, કચ્છમાં 68.27 ટકા, સૌરાષ્ટ્રમાં 52.98 ટકા, નર્મદામાં 50.63 ટકા છે. તો સમગ્ર ગુજરાતમાં પાણીનો સરેરાશ જથ્થો 54.18 ટકા છે.

પોરબંદર સહિત સૌરાષ્ટ્રમા પડેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના ઘેડ પંથક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના ગામોને જોડતા 15 જેટલા રસ્તાઓમાં નદીઓ સમાન પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો જે રસ્તાઓ ચાલુ છે ત્યા પણ જીવના જોખમે વાહચાલકો વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદ તેમજ ભાદર તેમજ ઓઝત અને મીણસાર સહિતની નદીઓના પાણી પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા છે. તો રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ચીકાસાથી ગરેજ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ચિંગરીયાથી મંડેર તેમજ ભડ ચિકાસા રોડ, છત્રાવા નેરાણા રોડ, છત્રાવા જમરા રોડ આવી રીતે ઘેડ પંથક વિસ્તારના કુલ 15 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે.

દર વર્ષે જોવા મળતી આ પરિસ્થિતિ અંગે ગામના સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે,દર વર્ષે આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે જેને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ખેતરોમાં પાણી ભરાય જતા ખેતરોમાં વાવણી પણ થઈ શકતી નથી અને રસ્તાઓ બંધ થતા મેડીકલ ઈમરજન્સી વખતે પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ ચીકાસાના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં દર વર્ષે સીઝનનો કુલ 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. ત્યારે આ વખતે પ્રથમ બે રાઉન્ડમાં જ સરેરાશ 22 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

સતત પાણીમાં ગરકાવ થયેલા હોવાથી મગફળી અને કપાસ સહિતનો પાક નિષ્ફળ નિવડ્યો છે અને પશુઓને ખવરાવવા માટેનો ચારો પણ નથી. ઉલેખ્ખનીય છે કે ઘેડ પંથકના તમામ ગામોમાં ભાદર અને ઓઝત સહિતના પાણી ફરી વળતા ઘેડ પંથકમાં જ્યા નજર કરો ત્યા બસ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. જે વિસ્તારમાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય છે તે ઘેડ પંથક હાલમાં પાણીથી તરબોળ થયેલો જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *