શુક્વારે અને શનિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ત્રણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આ જિલ્લામાં રેડ એલેટ આપ્યુ

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે. સાથે ચુડામાં 1.75 ઈંચ તથા ધંધુકા, રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર, સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ થયો છે.

આજે કયા-કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશેબીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે.

બનાસકાંઠાના દાંતામાં વરસ્યો હતો ભારે વરસાદઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા.

સાબરકાઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતોએક દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ હતી. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય રાજસ્થાન પાસે એક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં બુધવારના બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધાનેરામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેરમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ધાનેરા- ડીસા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ભાવનગરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રોડ- રસ્તા પર પાણી વહેતા થયા હતા. ભારે વરસાદના કારણે શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, વિરાણી સર્કલ, વડવા વિસ્તાર, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે. બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *