હવામાન વિભાગ મોટા માં મોટી આગાહી ગુજરાતમાં આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે જોરદાર બેટિંગ ઓગસ્ટ મહિનાની આ તારીખ થી થશે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના આશ્લેષા નક્ષત્રની વિગતે માહિતી મેળવીશું.

પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે 3 ઓગસ્ટથી 9:39 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 16 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આવો તમને વિગતે જણાવીએ.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે.

વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે. સાથે ચુડામાં 1.75 ઈંચ તથા ધંધુકા, રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર, સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ થયો છે.

તેમજ એક દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ હતી. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જ્યાં દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા.

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે. આવો તમને આ આગાહી વિશે જાણકારી આપીએ.

તવાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ અંગે જોઈએ તો હમણાં ઉઘાડ નીકળશે પણ હજુ વરસાદ ગયો નથી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદના યોગ છે. જેમાં તારીખ 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. પછી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 6 આસપાસ પણ વરસાદની શક્યતા છે. મુંબઈ, મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. જેમાં વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદના યોગ છે. આ સિવાય તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે.

તેમજ વધુમાં જણાવ્યું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેના લીધે સાબરમતી નદીમાં પાણી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશમાં વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થશે. વરસાદ થતાં લીલા તેમજ અન્ય રવિ પાકો સારા થશે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે.

આમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સરેરાશ માત્ર 24 મી.મી. જ પાણી વરસ્યુ હતું. જયારે કચ્છમાં 59 મીમી, ઉતર ગુજરાતમાં 148 મીમી, મધ્ય ગુજરાતમાં 80 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં 97 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ વધુમાં જણાવ્યું કે છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકર્તા નવી કોઈ મોટી સીસ્ટમ નથી. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનમાં સરેરાશ 70 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં 56.50 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *