હવામાન વિભાગ કરી મોટી આગાહી આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી

જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે 70% સીઝનમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બાકી છે. ત્યારે ફરી એકવાર ભારે વરસાદને કારણે સ્થિતિ સર્જાય હતી. જુલાઈ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે 50 વર્ષનો પ્રથમ વખત આ વખતે જુલાઈ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખબક્યો હતો. જેમાં કચ્છમાં 117 દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62% વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ભારે વરસાદને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા નોંધાયો હતો. તો રાજ્યનો સરેરાશ સિઝનનો 70% વરસાદ ખાબોચ્યો છે 86 તાલુકા નોંધાયો છે. રાજ્યમાં 31 તાલુકાઓમાં 40થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હાલ તો વરસાદી વિરામ લીધો છે.

પરંતુ આગામી ટૂંક સમયમાં વરસાદ મૂકીને વરસી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપી છે. એવામાં અમદાવાદમાં ગઈકાલે રાત્રેથી જ મેઘરાજાએ ઘબડાસટી બોલાવી દીધી છે.

ક્યારે અમદાવાદના પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જ્યાં મેઘરાજા મન મૂકીને વર્ષ થયા છે. ફરીવાર વરસાદી માહોલ જામતા અમદાવાદમાં સારો એવો વરસાદ થયો છે. જળબંબાકાર વરસાદ થતાં અમદાવાદમાં અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.

24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે હવામાન વિભાગ અને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં પણ વરસાદ સારો એવો નોંધાયો હતો દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં વરસાદની ઝડપ ભલે મંદ પડી હોય પણ વરસાદનો ધમધોકાર ત્રીજો રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે. તો આ તરફ જુલાઈ મહિનામાં પડેલો વરસાદ આ પહેલા જ 50 વર્ષ જુનો રેકોર્ડ તોડી ચુક્યો છે. રાજ્યમાં વરસાદની શરુઆત ભલે મંદ રહી પરંતું ત્યારબાદ તેણે ધમધોકાર મહેર કરી સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે. મેઘમહેરથી રાજ્યમાં અત્યર સુધી વરસાદનો 70 ટકા વરસાદ પડી ચુક્યો છે પરંતું હજી પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ બાકી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, આ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા વરસાદે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82, સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. પરંતુ સામાન્ય વરસાદથી સહેજ પણ વધુ વરસાદની સંભાવના નથી. આ દરમિયાન અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. રાજ્યમાં 4 દિવસ છૂટોછવાયો અને હળવો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યભરમાં મોટાભાગે આકાશ ખુલ્લું રહેશે.. જોકે, અંબાલાલ પટેલે બીજી ઓગસ્ટથી વરસાદના ત્રીજા રાઉન્ડનું અનુમાન લગાવ્યું. જેમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

અત્યરસુધી પડેલા વરસાદની નદી અને જળાશયોની સ્થિતી જોઈએ તો, ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે.

 સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *