જામનગરમાં ગુજરાતી દંપતીના ઝઘડાનો વીડિયો વાયરલ વિભાજી સ્કૂલ પાસે પત્નીએ પતિનો કાંઠલો પકડીને કહ્યું, ‘ચાલ સાથે ડૂબી મરીએ દંપતીનો વીડિયો વાઇરલ

પતિ પત્નીનારસ્તા પર આવી જતા આપણે અનેકવાર જોયા છે. તેના વીડિયો પણ ઝડપભેર વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો જામનગર શહેરથી સામે આવ્યો છે. જેમાં જાહેરમાં પતિ પત્ની બાખડી પડ્યા હતા. આ અંતે એવુ સ્વરૂપ લીધુ કે, પત્નીએ છેલ્લાં કહ્યુ કે, આલ આપણે બંને સાથે આત્મહત્યા કરીએ

જામનગર શહેરામં વિભાજી સ્કૂલ અપના બજાર પાસે એક પતિ પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. ધીરે ધીરે આ ઝઘડાએ એવુ મોટુ સ્વરૂપ લીધું કે, ટોળા ભેગા થઈ ગયા હતા. લોકો રીતસરના પતિ પત્નીના નિહાળવા ઉભા રહી ગયા હતા. પતિ ત્યાં હોવાથી અચાનક વિફરેલી પત્ની ત્યાં આવી ચઢી હતી. જેના બાદ પત્નીએ પતિનો કાઠલો પકડીને તેને સંભળાવ્યુ હતું કે, તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ .

આમ, વાત સાંભળતા જ ટોળામાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે, આ મામલે પતિ ચૂપ રહ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી, અને પોલીસે આવીને પતિ પત્ની બંનેને સમજાવ્યા હતા. આખરે ચર્ચા બાદ પતિ પત્નીને ત્યાંથી રવાના કરાયા હતા. જોકે, આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

જામનગર શહેરના વિભાજી સ્કૂલ પાસે પતિ-પત્ની જાહેરમાં બાખડી પડતા તેનો વીડિયો વાયરલ થતા પત્નીએ જાહેરમાં રણચંડી બનીને પતિને બેફામ વાણી વિલાસ કરીને લપ કરતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવ અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ગઈ હતી અને બંને પતિ-પત્નીને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. આ ઘટનાએ લોકોને જોણું બનાવી દીધુ હતું.

જામનગર શહેરના વિભાજી સ્કૂલ અપના બજાર પાસે સાંજના ભાગે પતિ-પત્ની વચ્ચેનો મારામારીનો એક વીડિયો કેન્દ્ર બન્યો છે જેમાં દંપતિ વચ્ચે કોઈ કારણોસર ફોન પર ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિ વિભાજી સ્કૂલ પાસે હોય વિફરેલી પત્ની અચાનક ત્યાં આવી પહોંચી અને કાઠલો પકડીને તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ કહીને પતિને ખેંચવા લાગી હતી.

સમગ્ર બનાવ અંગે પતિએ મૌન રહેવું જ વ્યાજબી સમજ્યું હતું. આ ઘટનાના પગલે ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને બંનેને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. આ ઘટનાની બઘડાટીનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *