જુલાઈ મહિનાની આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ ભારેથી અતિભારે રહેશે! આજથી 4 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા આ જિલ્લામાં રેડ એલેટ

અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ત્યારે આ તારીખો દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે.સાથે વરસાદ ધીમે ધીમે ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે. અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 22 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના વિવિધ ભાગોમાં 22 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જુલાઈ 24 થી 26 જુલાઈ સુધી.

અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્ર વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે 21મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે. tત્યારે ખેડૂતોને વખ અને પખ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થયો છે. ત્યારે તેમાં વરસાદી પાણી ઉભા પાક માટે સારું નથી. અને 21મી જુલાઈથી પુષ્ય નક્ષત્ર એટલે કે પાઠમાં પડતું વરસાદનું પાણી ઉભા પાક માટે સારું છે. જે 2 ઓગસ્ટ સુધી ચાલશે. બે ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઉભા પાક માટે સારું નથી. પુષ્ય નક્ષત્ર બેસી ગયું છે.

સૂર્યએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને તે લેગહ છે. પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે. કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ હોય તો તેની બાજુમાં આવેલા પુષ્પનક્ષત્રમાં પણ ભારે વરસાદ પડે છે. આ વર્ષે આ નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે. પુનર્વસુ નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે. પુનર્વસુ નક્ષત્રના વરસાદની આગાહીને જોતા પુષ્ય નક્ષત્રમાં પણ કડક ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. પુષ્ય નક્ષત્રમાં વરસાદની વાત કરતા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 24મી પછી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3-4 દિવસ સુધી દેશના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદ વ્યક્ત કરવામાં આવી છે. ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે 23મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.આ વર્ષે જુલાઈમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પૂરની સ્થિતિ સર્જી છે અને સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળશે.

દરિયામાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે ભારે વરસાદની સંભાવનાને પગલે ઉત્તર ગુજરાતમાં કચ્છમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022) રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *