જુલાઈ મહિનાના અંતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આ તારીખે ગુજરાતના આ જિલ્લામાં ભુક્કા બોલાવશે મેઘરાજાની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

ભાવનગરમાં ચોમાસાની સંતોષકાર શરૂઆત બાદ મંગળવારે બપોર પછી શહેરના કેટલાક વિસ્તારોમા અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે વાઘાવાડી સહિતના કેટલાક વિસ્તારોમા ઝરમર વરસાદ વરસ્યો હતો. આજે મહુવા તાલુકાના બગદાણા ગામે સાંજના 4 થી 6 એમ બે કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.

બગદાણા પંથકના મોણપર, કરમદિયા, માતલપર, નવાગામ, રાળગોન, દુદાણા, બોરલા, ધરાય અને ટીટોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. જેના કારણે પાણી વહેતા થયા હતા.

મહુવા તાલુકાના ગુંદરણામા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે તળાજાના બોરડામા ધોધમાર વરસાદને લઈને મેઈન બજારમા ગોઠણ સુધી પાણી ચાલતા થયા હતા. બોરડામા એક કલાક સુધી ધોધમાર વરસાદના કારણે પ્લોટ વિસ્તાર વચ્ચે પસાર થતી નદીમા પુર આવ્યા હતા.

આજે ભાવનગર ઉપરાંત ઉમરાળા અને ઘોઘામાં 9 મિ.મી., જેસરમાં 6 મિ.મી. તળાજામાં 5 મિ.મી., ગારીયાધારમાં 4 મિ.મી., વલભીપુરમાં 3 મિ.મી. વરસાદ વરસ્યો હતો.આજે પાલીતાણા તથા સિહોરમાં મેઘવિરામ રહ્યો હતો.

રાજ્યમાં જુલાઈ બાદ હવે ઓગસ્ટ માસમાં પણ ભારે એવો વરસાદનો યોગ બની રહ્યો છે. હવે ધીરે ધીરે જુલાઈ ની 27 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ એક સપ્તાહ બાદ દેશના ચોમાસુ પુનઃ સક્રિય થવાની સંજોગો છે. ઓગસ્ટ ની તારીખ 3 માં સૂર્ય અશ્વષા નક્ષત્રમાં આવતા હળવેથી ભારે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે કચ્છમાં છુટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. નદી નાળાઓમાં નવા નીર નોંધાયા છે.

રાજ્યમાં દ્વારકા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સિવાય રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *