કચ્છના આ બાળકના અભિનય પર લોકો ફિદા, સોશિયલ મીડિયામાં વીડિયો મચાવી રહ્યો છે ધૂમ વીડિયો થયો વાયલર

આષાઢી બીજ કચ્છી નવું વર્ષ બે દિવસ પૂર્વે જ કચ્છી જનોએ માત્ર કચ્છમાં જ નહીં પરંતુ દેશદુનિયામાં જયાં જયાં આ મેઘ તરસ્યા મલકનો માણસ વસે છે ત્યાં નવા વરસની ઉજવણી કરવામાં આવી અને અષાઢ માસના આગમન સાથે જ ખાસ કરીને કચ્છી જનોની મીટ આકાશભણી મંડાય છે ને એમાય જો સારું વરસાદ થાય તો સૌના હૈયા હિલોળે ચડે છે.

મેઘ તરસ્યા આ કચ્છ મુલક માટે વરસાદ એટલે સર્વસ્વ અને એની અસર કેવી હોય તે ચોબારી ગામના ચાર વરસનાં બાળક સંચિત મેરિયામાં જોવા મળી છે. વરસાદી ઝાપટામાં આ બાળક એવો ઝૂમી ઊઠયો અને નાનકડી રીલ `મેઘ વરસે છે આજ ઝરમર-ઝરમર’ એ એવો રંગ જમાવ્યો કે નાના બાળકનો મેઘપ્રેમ આ પ્રેમગીત કે જે મનોજ પ્રજાપતિ લિખિત ગીતમાં આબેહુબ જોવા મળ્યો છે

એટલું જ નહીં. ગુજરાત ભરમાં ખૂબ જ વાયરલ થયું છે. બાળકને બિરદાવતા ફોનકોલ પણ આવતા હોવાનું પિતા રામજી મેરિયાએ જણાવ્યું હતું.સંચિત અઢી-ત્રણ વરસનો હતો ત્યારથી જ તે લોકસંગીતનો રસિયો છે. આભમાં ઝીણી ઝબૂકે વીજળી, મેઘ વરસે છે, આજ જરમર, કાળિવાદલડીવગેરે મેઘગીતો ઉપરાંત નવા ટ્રેન્ડમાં ચાલી રહેલા ઉત્તર ગુજરાતના ભાષાની છાંટવાળા ગીતો પર તેણે જમાવટ કરી છે. ગણતરીના દિવસોમાં તે એક મિલિયન વ્યૂને પાર કર્યા?છે અને 85 હજારથી વધુ લાઈક મળ્યા છે. સાવ નાની ઉંમરનાં બાળકનો મેઘપ્રેમ છલકાય છે.

સોશિયલ મીડિયા પર તમે બાળકોની ક્યૂટનેસ અને મસ્તીના ઘણા વીડિયો જોયા હશે. બાળકોના વીડિયો લોકોને ખુબ પસંદ આવતા હોય છે અને તેથી જ સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો ખુબ જોવાય છે.

કચ્છના આ બાળકના અભિનય પર લોકો ફિદા, સોશિયલ મીડિયામાં VIDEO મચાવી રહ્યો છે ધૂમદિપક પદ્મશાળી/અમદાવાદ :સોશિયલ મીડિયા પર હાલ ચાર વર્ષના એક બાળકનો મેઘપ્રેમ વાયરલ થઈ રહ્યો છે. મન મુકીને વરસતા મેઘરાજાને જોઈને એક બાળકે એક ગીત પર એવી એક્ટિંગ કરી કે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તો આખરે કેવો છે બાળકનો મેઘપ્રેમ જુઓ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર તમે બાળકોની ક્યૂટનેસ અને મસ્તીના ઘણા વીડિયો જોયા હશે. બાળકોના વીડિયો લોકોને ખુબ પસંદ આવતા હોય છે અને તેથી જ સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો ખુબ જોવાય છે. પણ હાલ એક બાળક તેના અદભુત અભિનયને લઈને ચર્ચામાં છે. એક તરફ જ્યાં સતત વરસી રહેલો વરસાદ લોકો માટે મુસીબત બની ગયો છે ત્યારે વરસાદી માહોલમાં કેટલાક લોકોનો મેઘપ્રેમ છલકાય રહ્યો છે. આ બાળકે વરસતા વરસાદમાં એવો અભિનય કર્યો કે જે લોકોનું દિલ જીતી રહ્યો છે.

આ બાળક કચ્છના ચોબારી ગામમાં રહેતો સંચિત મેરિયા છે. સંચિતની ઉંમર ચાર વર્ષની છે. ચાર વર્ષની ઉંમરમાં જ્યાં સામાન્ય રીતે બાળકો સરખું બોલવાનું અને સમજવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આવામાં આ બાળકનો અભિનય જોઈને લોકો ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. અઢી વર્ષની ઉંમરથી જ સંચિત લોકસંગીત સાંભળી રહ્યો છે.

આ વીડિયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ બાળકને સંગીત પ્રત્યે કેટલો પ્રેમ છે. લોકો બાળકના હાવભાવ પર ફિદા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો બાળક તેના મેઘપ્રેમથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. સંચિતના વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. સાથે સાથે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *