શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાદેવના મંદિરે જઈને આ કામ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ 2 મિનિટ સમય કાઢીને વાંચો

દેવાધી દેવ મહાદેવની પૂજા-અર્ચનાના પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂં મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુજી ઉઠ્યા હતા. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા કરી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથ શ્રાવણ માસમાં શિવમયશિવ આરાઘના અને શિવને રિઝવવાનો માસ એટલે શ્રાવણ માસ. ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂં મહત્વ સમજાવવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં દેવાધી દેવ મહાદેવની પૂજા-અર્ચનાના મહત્વ વધુ હોવાથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ શ્રાવણ માસ દરમિયાન શિવમય બની જાય છે.

પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચે છે. આ વખતે પણ સોમનાથમાં દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે વર્ષથી કોરોના કાળને કારણે દર્શનાર્થીઓની જૂજ સંખ્યા સોમનાથમાં જોવા મળતી હતી. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતાને ધ્યાને લઇને સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગરના અતિ પ્રાચીન તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભારે ભીડવધુમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ પવિત્ર શ્રાવણ માસને પગલે લોક ભગવાન શિવની આરાધનામાં મગ્ન જોવા મળ્યા હતા. ભાવનગર શહેરના અતિ પ્રાચીન એવા તખ્તેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા આવ્યા હતા. ભાવનગરમાં રાજવીઓના સમયમાં બનેલા આ તખ્તેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવ મંદિરોને ખુબ જ સારી રીતે શણગારવામાં આવે છે. અને મહાદેવના ભક્તો એક મહિનો પૂજા અર્ચના કરે છે.

દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજાઉપરાંત જૂનાગઠના તમામ શિવાલીયો હર હર મહાદેવના નાદથી ગુજી ઊઠ્યા છે. ભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમા લીન થયા છે. વહેલી સવારથી જામનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર શિવાલયોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો

અને છોટી કાશી જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક એવા સિધ્ધનાથ મહાદેવ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભગવાન ભોલેનાથને રિઝવવા સવારથી જ ભક્તોએ કતારો લાગાવી હતી.ભક્તો દ્વારા દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા કરવામા આવી હતી.

શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના ભયના કારણે ઘણા ભાવિકો સોમનાથ આવી શક્યા નથી, પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં દુનિયાભરમાંથી શિવભક્તો સોમનાથમાં ઊમટશે. જેને ધ્યાનમાં રાખી સોમનાથમાં યાત્રિકોની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

આ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે, દર્શન માટે એક સાઇડનો રોડ જ કાર્યરત રહે છે. મંદિરનો મુખ્ય પ્રવેશ ગેટ છે ત્યાં હવે મહિલા અને પુરુષો માટે 3 લાઇન થશે. અને મેઇન સિક્યુરિટી ગેટથી પ્રવેશ મેળવતાં જ પુરુષો માટે 3 અને સ્ત્રીઓ માટે 3 લાઇન માટેની રેલિંગ લગાડી દેવાઇ છે. જેથી લાંબી લાઇનને લીધે ભીડ નહીં લાગે અને લોકો આસાનીથી મંદિરમાં પ્રવેશી શકશે, તો પ્રસાદી કાઉન્ટર પણ પહેલાં 2 હતા એ વધારીને 5 કરાયા છે.

સોમનાથમાં નવા યાત્રી સુવિધા કેન્દ્રમાં ડોર્મેટરી કે જે 90 રૂપિયામાં રહી શકે તેમાં 40 બેડની એસી બેડ સુવિધા પણ યાત્રિકો માટે કરાઇ છે. આ સાથે અહીં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. પૂજાવિધિમાં સોમેશ્વર પૂજા પહેલાં 12 વાગ્યાની આરતી બાદ બંધ કરવામાં આવી હતી. એ હવે 2 સ્લોટમાં શરૂ કરાઇ છે.

આમ આરતી બાદ પણ ભક્તજનો 3 વાગ્યા સુધી સોમેશ્વર પૂજા કરી શકશે. તેમજ શ્રાવણના 30 દિવસ સુધી ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જ્યારે સોમનાથમાં મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પણ શિવવંદના અને ભક્તિ ગીતોની સુરાવલીઓ સતત વાગતી રહેશે.

અન્નક્ષેત્ર માટે 5 અરજી આવીશ્રાવણ માસ દરમિયાન સોમવારે તેમજ રજાના દિવસોમાં ફરાળ તેમજ રસોઇ પીરસવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવાની 5 અરજી મળી છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ જગ્યાની અનુકૂળતા મુજબ પરવાનગી આપશે.

બોક્સ.સફાઇ કામગીરીમાં નગરપાલિકા પણ જોડાશેશ્રાવણ માસમાં પ્રભાસ તીર્થને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત સફાઈ કર્મીઓની એક ટીમ સતત કામ કરતી રહેશે. તેની સાથે નગરપાલિકાની ટીમ પણ જોડાશે. સોમનાથ આવનાર ભાવિકોએ કચરો જ્યાં ત્યાં ન નાખવા અને કચરાપેટીનો ખાસ ઉપયોગ કરવા વિનંતી કરાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *